Ahmedabad,તા.૧૧
ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ વચ્ચે દરરોજ દારૂ ઝડપાય છે. બુટલેગરો દારૂ વેચવા માટે નવા-નવા રસ્તાઓ શોધી લેતા હોય છે. ક્યારેક પોલીસ કાર્યવાહી કરી આ દારૂ ઝડપી પાડતી હોય છે. પરતું રાજ્યમાં અનેક જગ્યાએ દારૂનું વેચાણ થાય છે. અમદાવાદ ગ્રામ્ય ન્ઝ્રમ્એ બુટલેગર સામે કાર્યવાહી કરી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસ એલસીબી પોલીસે વિદેશી દારૂના બુટલેગરો સામે વધુ એક વખત કાર્યવાહી કરી છે. બુટલેગરે દારૂ છુપાવવાનો અનોખો કીમિયો અપનાવ્યો છે. જેમાં પોતાનાં ઘરનાં ટોયલેટમાં ચોરખાનું બનાવી દારૂ છુપાવ્યો હતો. એલસીબીએ દરોડા પાડી અહીંથી દારૂ જપ્ત કર્યો છે.
ગુજરાતમાં દારૂ અનેક જગ્યાથી પકડાયાના સમાચાર તમે જોયા હશે પણ અમદાવાદ ગ્રામ્યના અસલાલી વિસ્તારમાં એલસીબી પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે બારેજા ગામના ચુનારા વાસમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે બુટલેગર ઘરમાં તપાસ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. કબાટમાં એક ચોર ખાનુંતો બનાવ્યું હતું અને ત્યાં દારૂ છુપાવ્યો હતો પણ સાથે સાથે ઘરના ટોયલેટમાં બનાવવામાં આવેલા ગુપ્ત ચોરખાનામાં વિદેશી દારૂ છુપાવેલો પણ મળી આવ્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન અમદાવાદ ગ્રામ્ય પોલીસની એલસીબી પોલીસે અંદાજે ૨.૭૬ લાખના વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે. આરોપી મહિલા બુટલેગર રાધા ચુનારા અને કરશન ચુનારા સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. હાલ બંને મહિલા બુટલેગરની શોધખોળ કરવામાં આવી રહી છે.