Morbi,તા.27
બી ડીવીઝન પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી તપાસ ચલાવી
મોરબીના વિસીપરા વિસ્તારમાં પાડોશીઓ વચ્ચે સશસ્ત્ર માથાકૂટ થવા પામી હતી જેમાં ટોળાએ પરિવાર પર હુમલો કરી દેતા પરિવારના સભ્યોને ઈજા પહોંચી હતી તો મારામારીના બનાવમાં સામાપક્ષે પણ લોકોને ઈજા પહોંચી હતી બનાવ અંગે બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના વિસીપરામાં રહેતા જીજ્ઞેશ ઉર્ફે કાનો ગોવિંદ રાવાએ આરોપીઓ દાઉદ ઉમર જામ, રાયધન દાઉદ જામ, નઝમાબેન ઉમર જામ, અમીનાબેન ઉમર જામ, લતીફ દાઉદ જામ, દાઉદનો ભાણેજ નવાબ અને જાવેદ મેમણ રહે બધા વિસીપરા વાડી વિસ્તાર મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીને આરોપી દાઉદના ઘર સામે નહિ બેસવા ઠપકો આપ્યો અને બોલાચાલી થઇ હતી જેનો ખર રાખી આરોપીઓએ છરી, ધારિયા, બેઝ બોલના ધોકા, લોખંડ પાઈપ લઈને આવી કુંવરબેનને છરી વડે ઈજા કરી ગંભીર ઈજા પહોંચાડી ગોવિંદભાઈને ધારિયાના ઘા મારી તેમજ બાબુભાઈને પેટના ભાગે અને ગરદન નીચે ધારિયાથી ઈજા પહોંચાડી મહેશભાઈને માથામાં ઈજા પહોન્કાહ્ડી હતી તેમજ લાકડાના ધોકા વડે વિજયભાઈને માથામાં ઈજા કરી હતી ઉપરાંત આરોપીઓએ પાઈપ અને ધારિયાથી મકાનના બારણામાં તેમજ રીક્ષા અને મોટરસાયકલમાં તોડફોડ કરી હતી
સામાપક્ષે વિસીપરામાં રહેતા દાઉદ ઉમર જામે આરોપીઓ જીજ્ઞેશ ઉર્ફ કાનો ગોવિંદ ભરવાડ, વિજય ગોવિંદ ભરવાડ, મહેશ ગોવિંદ ભરવાડ અને બાબુ ગોવિંદ ભરવાડ રહે બધા વિસીપરા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી જીગ્નેશને ઘર સામે ન બેસવા ઠપકો આયો હતો અને ફરિયાદી દાઉદ ઘર પાસે જતા આરોપી જીગ્નેશ કુહાડી વડે આંખની નેણ પર અને ગાલ પર ઈજા પહોંચાડી દીકરા રાયધનને લોખંડ પાઈપ મારી ઈજા કરી હતી અને રાયધનને તલવાર વડે માથામાં ઈજા પહોંચાડી નઝમાબેન જામને કુહાડીથી અને અમીનાબેનને કુહાડીથી માથામાં ઈજા કરી હતી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ બંને પક્ષની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે