Veraval,તા.4
તાલાલા તાલુકાના આંબળાશ ગીર ગામે આજે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. ચા બનાવતી વખતે અચાનક ગેસ સિલિન્ડર ફાટતાં ખેડૂત ગંભીર રીતે દાઝી ગયા હતા. આ પ્રચંડ બ્લાસ્ટને કારણે રસોડામાં રાખેલા ફ્રીઝ સહિતની ચીજવસ્તુઓને નુકસાન થયું હતું અને રસોડાની દીવાલોમાં પણ તિરાડો પડી હતી.
ધીરુભાઈના પુત્રો સુરત અને અમદાવાદ રહે છે.
તેઓ દિવાળીના તહેવારો અને ખેતીની મોસમ સાચવવા માટે અમદાવાદથી વતન આંબળાશ આવ્યા હતા, ત્યારે જ આ અકસ્માત થયો હતો. લોકો તેમને પ્રથમ તાલાલા અને ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કર્યા હતા.
પ્રચંડ અવાજ સાથે ગેસનો બાટલો ફાટતાં ખેડૂત ધીરુભાઈના શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાટલો ફાટવાના ભારે અવાજથી આસપાસના લોકો અને ગ્રામજનો તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. યુવાનોએ તાત્કાલિક ઇજાગ્રસ્ત ધીરુભાઈને ઘર બહાર ઓસરીમાં લાવી સારવાર માટે પ્રથમ તાલાલા અને ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કર્યા હતા.
સિલિન્ડર બ્લાસ્ટથી ઘરની દીવાલમાં તિરાડો સિલિન્ડર એટલી તીવ્રતાથી ફાટ્યો હતો કે ધીરુભાઈના રસોડામાં રાખેલા ફ્રીઝ સહિતની ચીજવસ્તુઓને ભારે નુકસાન થયું હતું. આ ઉપરાંત, રસોડાની દીવાલોમાં પણ તિરાડો પડી ગઈ હતી. ખેડૂતને બે પુત્રો છે, જેમાંથી એક સુરત અને બીજો અમદાવાદ રહે છે. ખેડૂતની જમીન આંબળાશમાં હોવાથી, તેઓ દિવાળીના તહેવારો અને ખેતીની મોસમ સાચવવા માટે વતન આંબળાશ આવ્યા હતા તે દરમિયાન આ દુર્ઘટના બની હતી.

