શાહરૂખના રોલના ચાઈલ્ડ વર્ઝન માટે અવાજ આપશે
પાંચ વર્ષ પછી આવી રહેલી પ્રિકવલમાં શાહરૂખ અને આર્યન ખાનનું પણ વોઈસ ઓવરમાં પુનરાગમન
Mumbai,તા.13
‘મુફાસા, ધી લાયન કિંગ’ની પ્રિકવલ આવી રહી છે. મતલબ કે આ ફિલ્મમાં ૨૦૧૯માં રજૂ થયેલી ફિલ્મની વાર્તાની પહેલાંની ઘટનાઓ દર્શાવાશે. આ વખતે ફિલ્મમાં શાહરુખ ખાન અને આર્યન ઉપરાંત અબરામનો પણ અવાજ સાંભળવા મળશે.
ડિઝની મીડિયા ફ્રેન્ચાઇઝીની ફિલ્મ સીરીઝની પ્રથમ ક્લાસિક એનિમેશન મૂવી ‘ધ લાયન કિંગ’ ૧૯૯૪માં રજૂ થયી હતી. પછી ૨૦૧૯માં આ ફિલ્મની આ જ શીર્ષકથી રીમેક બનાવામાં આવી હતી. હવે પાંચ વર્ષે તેની પ્રિકવલ આવી રહી છે. આ ફિલ્મની રીમેકમાં સિંબા લાયનની વાર્તા હતી. જેને શાહરૂખના પુત્ર આર્યને પોતાનો અવાજ આપ્યો હતો. હવે સિંબાના પિતા મુફાસા ના રોલ માટે શાહરુખ પોતાનો અવાજ આપશે જ્યારે મુફાસાના બાળપણના રોલ માટે અબરામનો અવા જ હશે.
આ ફિલ્માં શાહરૂખ ખાને મુફાસા, આર્યન ખાને સિંબા, અબરામ ખાને યંગ મુફાસા, સંજય મિશ્રાએ પુમ્બા અને શ્રેયસ તલપડેએ ટિમનના પાત્રો માટે હિંદીમાં ડબિંગ કર્યું છે.