Rajkot,તા.13
શહેરની ભાગોળે આવેલ આરટીઓ કચેરી પાછળ શ્રીરામ સોસાયટીમાં એક વર્ષ પૂર્વે થયેલી માથાકૂટ ની ફરિયાદ પાછી ખેંચવાનું કહી યુવતી પર નિલજ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની મિહિર ભાનુ ફુગશિયા સામે બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાતા પોલીસે અલગ અલગ કલમ હેઠ ળ ગુનો નોંધી મિહિર કંગસ્યાની શોધ ખોળ હાથ ધરી છે. વધુ વિગત મુજબ RTO ની પાછળ શ્રી રામ સોસાયટીમા રહેતા યુવતીએ પોપટ પરા રામજી મંદિરની પાસે રહેતા મિહિર ભાનુ ફુગશિયા નામના ઝઘડો ફરિયાદ પાછી ખેંચવાનું કહી ઝઘડો કરી છેડતી કર્યા અંગેની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે. ઈમિટેશનનુ કામ કરું છું. મારા પિતાનું અવસાન થયેલ હોય અને માતા તથા મારા મોટા બહેન એમ સાથે રહીએ છીએ. સવારના સાડા નવેક વાગ્યાની આસપાસ હુ તથા મારા માતા રેખાબેન ઘરે હતા ત્યારે મિહિર ભાનુભાઈ ફુગશિયા ઘરની બહાર આવી મારી તથા મારા માતા રેખાબેન સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા હતો. મિહિર ફુગશીયા સાથે મારે આશરે 1 વર્ષ પહેલા ઝઘડો થયેલ હોય જેથી મે તેના વિરૂધ્ધમાં ફરિયાદ કરેલ હોય જેના લીધે આ મિહિર મારી સાથે અવાર-નવાર ફરીયાદ પાછી ખેંચવા અને સમાધાન કરવા માટે મને ડરાવી ધમકાવે છે. અને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. મિહીરે મારા શરીરે ખરાબ ઈરાદા થી સ્પર્શ કરી છેડતી કરેલ હોય, તુ હવે કઈ રીતે અહીં રહે છે. એમ કહી મને ડરાવે છે અને હેરાન કરે છે મે અગાઉ કરેલ ફરિયાદ બાબતે સમાધાન કરવા માટે દબાણ કરે છે. બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરી છે. .