તાલુકાના વાઘાવત પાસે વાત્રક નદીના પુલ પરથી સળિયા બહાર આવી જતા તંત્ર દોડ્તુ થયું હતું અને સળિયાનું સમારકામ કરવામાં આવ્યું હતું. પુલ પરથી વનસ્પતિ પણ ઉગી નિકળી હતી. સાઇડમાં માટીના જામેલા થર દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પુલની કારણે સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હતો. આ પુલ પર વાત્રક નદીની રેતીની લીઝ ધારકો દ્વારા રાત દિવસ ભારે વાહનોની આવરજવર રહે છે અને ઓવરલોડ વાહનોની અવરજવર છતાં કડક કાર્યવાહી તંત્ર દ્વારા કરાતી ન હોવાના પણ આક્ષેપો થયા છે. પુલ જર્જરિત થતાં ભારે વાહનો માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો નથી. મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા પગલાં લેવામાં આવે તેવો માગણી ઉઠી છે. તંત્ર દ્વારા તાત્કાલિક પુલની મજબૂતાઇની ચકાસણી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માગણી છે. આ બાબતે બાંધકામ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર મિલન પંડયાએ જણાવ્યુ છે કે, આ બ્રિજ અંદાજે ૨૦૦૬ કે ૨૦૦૭ માં બન્યો હશે. આ પુલના સુરક્ષાની ચકાસણી માટે ભાગરૂપે ગાંધીનગરથી ટીમ આપવાની છે.
Trending
- 11 નવેમ્બર નું પંચાંગ
- 11 નવેમ્બર નું રાશિફળ
- દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત
- પીઢ એક્ટર Prem Chopra હૉસ્પિટલમાં દાખલ
- 11 નવેમ્બર, “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”
- જમીન ન હોય તો હવે ખેડૂતને કાળજી લેવાની જરૂર નથી, અપનાવો વર્ટિકલ ફાર્મિંગની નવી ટેક્નિક
- તંત્રી લેખ…ટ્રમ્પની જાહેરાત ભારત જેવી ઉભરતી શક્તિઓ માટે માથાનો દુખાવો છે
- શું બેંક ખાનગીકરણની પ્રક્રિયા ખરેખર શરૂ થઈ ગઈ છે?

