Morbi,તા.26
મોરબીની મચ્છુ નદી પર શાંતિવન આશ્રમથી વેજીટેબલ રોડને જોડતો બ્રીજ મંજુર કરવામાં આવ્યો છે ૩૯.૩૮ કરોડના ખર્ચે બ્રીજ બનાવવાને સૈદ્ધાંતિક મંજુરી મળી છે
મોરબી મહાનગરપાલિકાના સિવિલ અને સીટી બ્યુટીફીકેશન શાખાની યાદીમાં જણાવ્યા મુજબ શહેરની માધ્યમથી મચ્છુ નદી પસાર થાય છે જ્યાં હાલ એક બીજ આવન અને એક બીજ જાવન માટે છે સંપૂર્ણ મોરબીનો ટ્રાફિક આ બ્રીજ પરથી જ પસાર થાય છે જેથી ટ્રાફિક સમસ્યા સર્જાતી રહે છે
મોરબીની મચ્છુ નદી પર પાડા પુલની ડાઉન સ્ટ્રીમમાં બ્રીજ બનાવવા DPR બનાવી સરકારમાં સાદર કરવામાં આવેલ જેના અનુસંધાને ગુજરાત મ્યુનીસીપલ બોર્ડ દ્વારા રૂ ૩૯.૩૮ કરોડની સૈદ્ધાંતિક મંજુરી મળી છે બ્રિજમાં અંદાજીત ૧૬ ગાળા અને ૧૦.૫૦ મીટરનો કેરેઝ-વે અને બંને બાજુ ૧.૫૦ મીટરની ફૂટપાથનો સમાવેશ થાય છે બ્રીજ શાંતિવન આશ્રમથી શરુ થઇ મોરબી ૨ વિસ્તારમાં વેજીટેબલ રોડ પર પૂર્ણ થશે યોજના પૂર્વ થતા વિસીપરા, લાયન્સનગર, રણછોડનગર, અમરેલી વિસ્તારના રહીશો એવી જ રીતે મોરબી ૨ થી વિસીપરામાં આવવા જવાનો ઉપયોગ થતા ટ્રાફિક સમસ્યા નિવારી શકાશે આ યોજનાથી શહેરીજનોને નવીન સુવિધા મળશે