London, તા.08
ડિપ્રેસનની સમસ્યા આજે સામાન્ય બની ગઈ છે. જેની સારવાર ઘરબેઠા કરી શકાય તેના માટે વૈજ્ઞાનિકોએ એક નવું હેડસેટ વિકસીત કર્યું છે. સંશોધકોના તેમાં લાગેલા ઈલેકટ્રોડથી મગજને લાગતા ઝટકાથી સારવાર સંભવ છે. તેમનું કહેવું છે કે એક દિવસમાં માત્ર અડધી કલાક આ ડિવાઈસનો ઉપયોગ કરવાથી ડિપ્રેસનના દર્દીઓની સ્થિતિ બહેતર બની શકે છે.
આમ તો ડિપ્રેસનની બીમારી દુનિયાના મોટાભાગના દેશોમાં છે. માત્ર બ્રિટનમાં જ 6 વયસ્કોમાંથી 1 આ બીમારીની ઝપટમાં છે. હાલની સારવારમાં એન્ટી ડિપ્રેસેન્ટ અને સાઈકોલોજીકલ થેરાપી આપવામાં આવે છે. પરંતુ એક તૃતીયાંશથી વધુ લોકોમાં ડિપ્રેસનની બીમારી પુરી રીતે ઠીક નથી થઈ શકતી.
ફલો એફએલ-100 છે હેડફોનનું નામ: આ હેડસેટથી ડિપ્રેસનની બીમારીની સારવાર થઈ શકે છે કે કેમ તેના પર લંડનની કિંગ્સ કોલેજના સંશોધકોના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય સંશોધકોની એક ટીમે કામ કર્યું હતું.
સંશોધનમાં બહાર આવ્યું હતું કે હેડસેટ ફલો એફએલ-100નો એક દિવસમાં 30 મીનીટ સુધી ઉપયોગ કરવાથી લોકોમાં ડિપ્રેસનની બીમારી ઠીક થવાની સંભાવના ત્રણ ગણી વધી જાય છે.
બે ઈલેકટ્રોડ લગાવાયા: હેડસેટમાં બે ઈલેકટ્રોડ લગાવાયા છે. આનાથી મસ્તકની ખોપરીમાં સીધી નબળા વીજળીના ઝટકા અપાય છે તે ડિપ્રેસન પીડિત લોકોના મગજમાં એ ભાગ પર અસર કરે છે જે ઓછી ગતિવિધિનું કારણ બને છે.
આ સંશોધનમાં કુલ 174 દર્દીઓએ ભાગ લીધો હતો. ભાગ લેનારાઓએ હેડસેટનો ઉપયોગ ઘેર કર્યો હતો. વિડીયો લિંક પર વૈજ્ઞાનિકોએ આ દરમિયાન તેમના પર વોચ રાખી હતી. આ સંશોધનના વિશ્ર્લેષણમાં સકારાત્મક પરિણામો મળ્યા છે.