Mumbai,તા.09
બ્રિટીશ વડાપ્રધાન કીર સ્ટાર્મર બુધવારે મુંબઈમાં રાની મુખર્જી અને ફિલ્મ નિર્માતાઓને મળ્યા હતા. આજે વડાપ્રધાન મોદીને મળશે અને દ્વિપક્ષીય સંબંધો પર વાતચીત કરશે.બ્રિટીશ વડાપ્રધાન બે દિવસના ભારતના પ્રવાસે છે. વિઝા મુદ્દે કોઇ વાતચીતનો એજન્ડા ન હોવાનું સ્પષ્ટ કરવા સાથે તેઓએ વ્યાપાર કરાર પર જ ફોકસ કરવાનું સ્પષ્ટ કર્યુ હતું. ફિલ્મી સ્ટુડીયોની મુલાકાતે જતા સિને ઉદ્યોગમાં પણ કરાર થવાનું મનાય છે