New Delhi તા.8
બ્રિટનના વડાપ્રધાન કેર ર્સ્ટામર આજે બે દિવસની ભારત મુલાકાતે આવી પહોંચ્યા હતા. કોઈ વિઝા ડીલ માટે નહીં પરંતુ વ્યાપાર કરારને પ્રાધાન્ય આપવાનુ તેમણે જાહેર કર્યુ હતુ. પ્રવર્તમાન મુક્ત વ્યાપાર કરારને વધુ વેગ આપીને મજબૂત બનાવવા પર ફોકસ રહેશે.
બ્રિટનના વડાપ્રધાન ર્સ્ટામર આજે સવારે મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા હતા જયાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિતના નેતાઓએ સ્વાગત કર્યુ હતું. સ્ટાર્મર બે દિવસ ભારતના પ્રવાસે છે અને તે દરમ્યાન મહત્વના વ્યાપારીક કરાર થઈ શકે છે. બન્ને દેશો વચ્ચે ગત મે મહિનામાં જ વ્યાપાર સમજુતી થઈ ગઈ હતી. જુલાઈમાં કરાર થયા હતા. નવા વર્ષથી લાગુ થવાના છે.
તેઓએ કહ્યું કે, ભૂતકાળમાં વિઝા મુદાઓને કારણે વ્યાપાર સમજુતીમાં અવરોધ સર્જાયો હતો. વિઝા નીતિ પ્રભાવિત ન થાય તે રીતે વ્યાપાર કરાર થયા છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં પણ વિઝા મુદે કોઈ વાતચીત કરવામાં નહીં આવે.
વિઝા મુદ્દો એજન્ડામાં નથી. મુક્ત વ્યાપાર સમજુતીનો બન્ને દેશો મહતમ લાભ મેળવે તે મુદે જ ચર્ચા થશે. ભારતમાંથી ટેકનોલોજી પ્રોફેશનલને આકર્ષવા માટે ઈમીગ્રેશન-વિઝાનો કોઈ મુદ્દો નથી. જો કે, ટોપ ટેલેન્ટ માટે બ્રિટનના દરવાજા ખુલ્લા જ છે.
વિદેશી અપરાધી કે ડીપોર્ટ કરાતા નાગરિકો ન સ્વીકારતા દેશોને `વિઝા ઓન એરાઈવલ’ સુવિધા રદ કરાશે? તેવા સવાલ પર કહ્યું કે ભારત માટે આ મુદ્દો લાગુ પડતો નથી. કારણ કે ભારત સાથે કરાર થયેલા જ છે પરંતુ અન્ય દેશો મામલે વિચારણા ચાલી રહી છે.