નદીમાં નહાવા ગયા ત્યારે ભાઇ અને બહેન એકસાથે ડૂબી જતા સર્જાય દુર્ઘટના
Surendranagar,તા.19
સુરેન્દ્રનગરના ભોગાવો નદીમાં ભાઈ – બહેન સહિત બે ના મોત નીપજ્યા છે. ફાયર બ્રિગેડે મૃતદેહને બહાર કાઢીને પીએમની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીમાંથી ભાઈ-બહેનના મૃતદેહ મળ્યા હતા. ભાઈ-બહેન ભોગાવો નદીમાં નહાવા માટે ગયા હતા. કોઈ કારણોસર ભાઇ અને બહેન એકસાથે નદીમાં ડૂબી ગયા હતા.આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતા તેઓએ ફાયર બ્રિગેડ અને પોલીસનો સંપર્ક સાધ્યો હતો. જે બાદ ફાયબ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને બહાર કાઢ્યા હતા. સુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યા સુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યા સુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતા. એક જ પરિવારના ભાઇ બહેનનું નદીમાં ડૂબીને મૃત્યુ થતા પરિવારમાં શોકનો માહોલ ફેલાયો હતો. તથા પોલીસ દ્વારા મૃતદેહોને સરકારી હોસ્પિટલમાં પી એમ કાર્યવાહી માટે મોકલી આપવામાં આવ્યા છે.