Junagadh,તા.28
૨૦ વર્ષ પૂર્વે ભાગીને કરેલા પ્રેમ લગ્નના જૂના મનદુઃખમાં સાળાઓએ બનેવીને ધમારી નાખ્યા હોવાની પોલીસમાં ફરિયાદ થતા પોલીસે ૧ મહિલા સહિત કુલ ૪ સામે ગુન્હો નોંધી કાયદેસરની હાથ ધરી છે.
માંગરોળના ઓસા ગામે રહેતા અસ્વિનભાઇ નગાજણભાઇ કેશવાલા (ઉ.વ.૫૦) એ આજથી ૨૨ વર્ષ પહેલાં તેના જ ગામની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોય જેથી ભાગીને લગ્ન કર્યા હતા, જે બાબતનું જુનુ મનદુખ રાખી, મહિલાના ભાઈ ભરત ભુપતભાઇ કીંદરખેડીયા, મુકેશ ભુપતભાઇ, રોહીત મેરામણભાઇ કીંદરખેડીયા તથા શારદાબેન વા/ઓ ભરત કીંદરખેડીયા એ અસ્વિનભાઇ બજારમાં દુધ લેવા માટે ગયેલ હતા ત્યારે ઝગડો કરી, લાકડી વડે માથામાં તથા પગના ભાગે ઘા મારી, ઢીંકાપાટુનો તથા છત્રી વડે આડેધડ માર મારી, શારદાબેને ગાળો બોલી, થપ્પડ મારેલ અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાની શીલ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.