Ahmedabad,તા.15
અમદાવાદમાં જાણીતા બિલ્ડર તથા પાટીદાર અગ્રણી હિંમત રૂડાણીની હત્યા પુર્વે ભાગીદાર મનસુખ લાખાણીએ જ કરાવ્યાનો ઘટ્ટસ્ફોટ થવા સાથે નવા ચોંકાવનારા ખુલાસા થયાના એંધાણ છે.
અમદાવાદમાં વિરાટનગર બ્રિજ નીચે મર્સીડીઝ કારમાંથી બિલ્ડર હિંમત રૂદ્રાણીનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના ગંભીર હોવાની હકીકતથી વાકેફ પોલીસે તુર્ત તપાસ તેજ બનાવી દીધી હતી અને રાતોરાત રાજસ્થાનથી ત્રણ હત્યારાની ધરપકડ કરી લીધી હતી. હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ, પપ્પુ હિરાજી મેઘવાલ તથા એક કિશોરની ધરપકડ કરી હતી.
તેઓએ પુછપરછમાં વટાણા કરી નાખ્યા હતા અને મનસુખ લાખાણી પાસેથી સોપારી લઈને હત્યા કર્યાની કબુલાત આપી હતી. બન્ને બિલ્ડરો વચ્ચે લાંબા વખતથી નાણાંકીય લેતીદેતીનો વિવાદ હતો અને ભુતકાળમાં કેસ પણ થયા હતા. નાણાંકીય વિવાદ હત્યા સુધી પહોંચ્યો હતો.
મળતી માહિતી મુજબ, શહેરના પૂર્વ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂર્વ ઝોનની ઓફિસની સામેના ભાગે વિરાટનગર બ્રિજની નીચેથી સફેદ કલરની એક મર્સિડીઝ કાર તરફ લોકોનું ધ્યાન ગયું હતુ. કારણ કે આ કારમાંથી દુર્ગંધ આવી રહી હતી. રાતના સમયે લોકોએ જોયું તો કારમાં કોઈ વ્યક્તિનો મૃતદેહ પડ્યો હતો.
તેથી લોકોએ પોલીસને જાણ કરી હતી.ઘટનાની જાણ થતા જ ઓઢવ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તેમણે આ મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, બિલ્ડર મનસુખ લાખાણી ઉર્ફે જેકી દ્વારા બિલ્ડર હિંમત રૂડાણીની હત્યાનું કાવતં રચવામાં આવ્યું હતું. ઓઢવ પોલીસે બિલ્ડર મનસુખ લખાણી ઉર્ફે જેકીની પણ પૂછપરછ શરૂ કરી છે.
બિલ્ડર હિંમત રૂડાણીની હત્યા માટે ઝડપાયેલ 3 આરોપીને બિલ્ડર મનસુખ લાખાણી ઉર્ફે જેકીએ સોપારી આપી હતી. વર્ષ 2024 માં પણ બંને બિલ્ડરના હિંમત રૂડાણીના પુત્રએ બિલ્ડર આરોપી મનસુખ લખાણીના પુત્ર સામે દોઢ કરોડ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.