Jetpur તા.26
જેતપુરના ચેક રીટર્ન કેસમાં જેતપુરના બિલ્ડરને એક વર્ષની કેદની સજા અને ફરિયાદીને વળતર પેટે રૂા. 16 લાખની રકમ ચુકવી આપવા હુકમ કરવામાં આવેલ છે.
આ અંગેની વિગતો અનુસાર જેતપુરના રહીશ ફરિયાદી ધર્મેશભાઇ નટવરલાલ રાઠોડે જેતપુરના પ્રતિષ્ઠીત બિલ્ડર આરોપી કિરણભાઇ વશરામભાઇ ચૌહાણ તે વીર કન્સ્ટ્રકશનના માલીક સાથે રૂા. 16,00,000/-ના ચેક રીટર્નની ફરિયાદ જેતપુર કોર્ટમાં દાખલ કરેલ હતી.
આ કેસ જેતપુરના જયુ. મેજી. (ફ.ક.) પરમારની કોર્ટમાં ચાલી જતા ફરીયાદીના કેસની હકીકતો તેમજ પુરાવાઓ ધ્યાને લઇ બંને પક્ષોની દલીલો સાંભળી ફરીયાદ પક્ષ કેસ પુરવાર કરવામાં સફળ થયેલ અને કોર્ટે ગુનો પુરવાર થયેલ માની આરોપીને નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 મુજબના ગુનામાં તકસીરવાન ઠરાવેલ અને આરોપીને એક વર્ષની કેદની સજા અને રૂા. 16,00,000/- વળતર તરીકે ફરીયાદીને ચુકવી આપવા હુકમ કરેલ છે. આ ફરિયાદમાં ફરિયાદી તરફે જેતપુરના સીનીયર એડવોકેટ, આર.આર.ત્રિવેદી, ભાવેશ પી. ત્રિવેદી, જે.જી.વાઘેલા, કું. પી.જી.સિંધવડ રોકાયેલ હતા.