શિવાય રેસીડેન્સીના 17 ફ્લેટ ગીરવે મૂકી વર્ષ માંડવરાયજી ક્રેડિટ કો. ઓપરેટિવ સોસાયટીમાંથી લોન મેળવી લીધી
Rajkot,તા.17
રાજકોટ શહેરમાં કરોડોની ઠગાઈનો વધુ એક બનાવ સામે આવ્યો છે. મવડી રોડ પર બાપા સીતારામ ચોક નજીક આવેલ શીવાય ફ્લેટના ૧૭ ફ્લેટ ગીરવે મૂકી બિલ્ડરે ૨.૫૦ કરોડની લોન લઈ ઠગાઈ આચરતાં તાલુકા પોલીસ મથકમાં છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.
રાજકોટ શહેરના રાધાનગરના ગુલાલ વિહાર સોસાયટી શેરી નંબર-2 માં રહેતા 40 વર્ષીય શિક્ષિકા હેતલબેન મોહનીશભાઇ ટીલાળાએ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં બિલ્ડર વિરેન બાબુભાઇ સિંધવનું નામ આપતાં પોલીસે ઠગાઈની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી. વધુમાં શિક્ષિકાએ જણાવ્યું હતું કે, અમે રાજકોટ શહેરમાં સમાવિષ્ટ મવડીના રેવન્યુ સર્વે નંબર ૧૮૧ ની બિનખેડવાણ અને રહેણાંકના હેતુ માટે ઈમારત બાંધવાની મંજુરીવાળા પ્લોટસ પૈકી પ્લોટ નંબર ૧૬ પૈકીની જમીન ચો.મી. આશરે ૧૭૨-૩૩-૫૭ તથા રે. સર્વે નંબર ૧૮૨ પૈકીની બિનખેડવાણ અને રહેણાકના હેતુ માટે ઈમારત બાંધવાની મંજુરીવાળા પ્લોટસ પૈકી પ્લોટ નંબર ૨૧ પૈકીની જમીન ચો.મી.આ. ૨૩૧-૭૪-૨૨ તથા પ્લોટ નંબર-૨૩ પૈકીની જમીન ચો.મી.આ. ૨૭૫-૪૦-૬૦ આમ મળી કુલ જમીન ચો.મી.આ. ૭૧૯-૪૮-૩૯ ઉપરના મકાન અમે વે.દ.અ.નં.૩૫૮૯ તા.૨૨/૦૫/૨૦૧૮ થી બિલ્ડર વિરેનભાઈ બાબુભાઇ સિંધવ (રહે. વંદના હેરીટેઝ, બ્લોક નંબર બી-૪૦૨ પી.ડી. માલવીયા કોલેજ પાછળ, ગોંડલ રોડ, રાજકોટ) પાસેથી ફ્લેટ ખરીદ કરેલ હતો, જેનુ નામ શિવાય ફ્લેટ છે અને આ શિવાય ફ્લેટમાં કુલ ૩૨ ફ્લેટ આવેલા છે. ગઇ તા.૧૨/૦૫/૨૦૨૫ ના રોજ હુ મારા ઘરે હાજર હતી. ત્યારે દિયર કિશનભાઈનો ફોન આવેલ કે, રજીસ્ટર એડી. મારફતે તમારા ઘરે એક ટપાલ આવેલ છે, જેમાં શુક્લા એન્ડ શુક્લા એડવોકેટની તમારા નામની નોટીસ છે. જે નોટીસ માંડવરાયજી ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી લી. દ્વારા મોકલવામાં આવેલ છે. જે નોટીસમાં કેવીનભાઇ જીતેન્દ્રભાઇ પંડ્યા (રહે.એ-૧૩૦૨ રાધા રેસીડેન્સી, ૧૫૦ ફુટ રીંગ રોડ, માધાપર ચોકડી, રાજકોટ)ના સભ્ય દરજ્જે વીરેનભાઈ બાબુભાઈ સિંધવએ તેમની માલીકીની સ્થાવર મિલ્કત રૂ. ૫૦ લાખ તા. ૨૨/૦૪/૨૦૧૯ ના રોજ ૧૫ ટકા ના દરે તેમના ધંધાના વિકાસ માટે કેસ ક્રેડીટ ધિરાણ લીધેલ છે અને તેના લોન ખાતા નંબર એ-137-64000035 છે. આ ધિરાણમાં (૧) બાબુભાઈ માધાભાઈ સિંધવ (૨) હેમલભાઈ દીપકભાઈ સોમૈયા ધિરાણની રકમ ભરપાઈ કરી આપવાની સંપુર્ણ જવાબદારી સ્વીકારી જામીન થયેલ છે. શિવાય ફ્લેટસ એપાર્ટમેન્ટમાં કુલ-૩૨ ફ્લેટો આવેલ છે જેમાંથી ૧૭ ફ્લેટો ધિરાણ સવલતની જામીનગીરીમાં વીરેનભાઈ બાબુભાઈ સિંધવ દ્વારા સોસાયટી જોગ ઇક્વીટેબલ મોરગેજ કરી આપેલ છે અને માંડવરાયજી ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટી લી.એ વીરેનભાઇ બાબુભાઈ સિંધવ તથા જામીનદારો પાસેથી ઇક્વીટેબલ મોરગેજ કરી આપેલ ફ્લેટોવાળી મિલ્કત વસુલ મેળવવા માટે રાજકોટના બોર્ડ ઓફ નોમીનીઝની કોર્ટના લવાદ કેસ નં.૨૮૪/૨૦૨૩ થી રૂ.૫૩,૭૭,૯૦૬/- ની રકમ તથા તા.૦૧/૦૫/૨૦૨૩ થી વસુલ થતા સુધી ૧૫ ટકા વ્યાજ તથા ૨ ટકા વધારાના વ્યાજ સહિતની રકમ વસુલ મેળવવા માટે દાવો કરવામાં આવેલ છે. સીવીલ જજની કોર્ટમાં લેણી રકમ વ્યાજ સહીત રૂ.૬૬,૩૫,૨૩૭ તથા તે રકમ ઉપર તા.૦૧/૦૯/૨૦૨૪ થી વસુલ થતા સુધીના ૧૫+૨ ટકા લેખે કરારની શરતો મુજબના ચડતા વ્યાજ તથા ઇક્વીટેબલ મોરગેજ કરી આપેલ મિલ્કતોથી તથા દાવાના ખર્ચ સહિતની રકમ વસુલ થાય તેવી દરખાસ્ત કરેલ છે. બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી પીએસઆઇ એમ.આઈ.શેખ અને ટીમે તપાસ હાથ ધરી હતી.