Junagadh, તા.10
કેશોદ નજીક નેશનલ હાઇવે પર ડબલ સવારીમાં જુનાગઢ જતા રોડ પર ઘણખુંટ ઉભેલ હતો તેમની સાથે બાઇક અથડાઇ જતા યુવકનું મોત નોંધાયુ હતું. તેમના મિત્રને ઇજા થવા પામી હતી.
કેશોદ કપડાના ધંધા સાથે સંકળાયેલા કરમટા અશ્વિનભાઇ કિશોરભાઇ (ઉ.વ.રપ) અને તેમના મિત્ર ચાવડા સુનીલભાઇ રાજુભાઇ ડબલ સવારીમાં મોટર સાયકલમાં જુનાગઢ કાપડની ખરીદી કરવા જતા હતા તયારે કેશોદ માર્કેટીંગ યાર્ડ પાસે નેશનલ હાઇવે પર ઘણખુંટ ઉભો હતો તેમની સાથે બાઇક ધડાકાભેર અથડાતા બંનેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અશ્વિનભાઇ કરમટાને વધુ ઇજાના કારણે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જયાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજતા ગમગીની છવાઇ જવા પામી હતી. કેશોદ પોલીસે તપાસ હાથ ધરી છે.
જુનાગઢ તાલુકા સેવા સદન આવેલ ઇ-ધારા કેન્દ્રના નાયબ મામલતદારને દરમ્યાન જુનાગઢના શખ્સે ખુરશીનો ઘા મારી ઇજા કરી ભુંડી ગાળો ભાંડી ઢોર માર માર્યાની બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
બી ડીવીઝન પોલીસમાંથી મળતી વિગત મુજબ જુનાગઢ ચોબારી રોડ, સોનવાટીકા સોસાયટી ખાતે રહેતા અને જુનાગઢ ઇ-ધારામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ધામેચા ભાર્ગવભાઇ નવનીતભાઇ (ઉ.વ.38) તેમની ફરજ પર હતા.
ત્યારે આરોપી રવિ ઉર્ફે રવિન્દ્ર પ્રવિણચંદ્રએ ઓઃીસમાં આવી કોઇ કારણોસર તેમણે ના.મામલતદાર ધામેચા ભાર્ગવભાઇને ખુરશીનો ધા મારી ઇજા કરી ઢોર માર મારી ઇજાઓ કર્યાની અને ગળો ભાંડયાની ફરીયાદ બી ડીવીઝન પોલીસમાં નોંધાવતા બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.