શહેર પોલીસ દ્વારા ધ્વનિ – પ્રદુષણ ફેલાવનારા મોડીફાઈડ સાયલન્સર સામે કાર્યવાહીથી સ્ટાઇલિશ યુવાઓમાં ફફડાટ
Rajkot,તા.21
શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મોંઘા દાટ બાઇકમાં એક્સ્ટ્રા એસેસરીઝ તરીકે લગાવવામાં આવેલ અને ધ્વનિ પ્રદુષણ ફેલાવનારા મોડીફાઈડ સાયલન્સર પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. વધુ વિગત મુજબ શહેરમાં બાઈક ચલાવનારા યુવાનો , સ્ટાઈલ અને શોખ માટે મોડીફાઈડ સાયલન્સર સાથે ધ્વનિ પ્રદુષણ ફેલાવતા હોય છે.કંપનીના માન્ય સાયલેન્સરની જગ્યાએ અનઅધિક્રુત રીતે વધુ ધ્વનિ અને પ્રદુષણ ફેલાવતા અને લોકોના આરોગ્યને નુકસાન પહોંચાડતા મોડીફાઇડ સાયલેન્સર ફિટ કરેલ હોય જેનો ઉપયોગ નીતિગત અને કાનૂની દ્રષ્ટ્રીએ દંડનીય છે, જેને ધ્યાને લઇ આવા મોટર સાયકલ/બુલેટ ચાલકો વિરુધ્ધ શહેરના રેસકોર્ષ રીંગ રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ અને ન્યુ 150 ફૂટ રીંગ રોડ 2 અને જામનગર હાઇવે પર અલગ-અલગ સ્થળોએ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા , ટ્રાફિક શાખાના અધિકારી/કર્મચારીઓ દ્વારા વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હતું, જે ડ્રાઇવ દરમિયાન અનઅધિકૃત રીતે ફિટ કરવામાં આવેલ કુલ-૧૨૪ મોડીફાઇડ સાયલેન્સર કબજે લેવામાં આવેલા હતાં, જે મોડીફાઇડ સાયલેન્સરનો તા.૨૦ને મંગળવાર રોજ પોલીસ હેડકવાર્ટર ખાતે નાશ કરવામાં આવેલ છે.