Morbi,તા.03
મોરબીને મહાનગરપાલિકા બનાવ્યા બાદ દબાણ હટાવવા, સફાઈ સહિતની કામગીરી કરી રહ્યું છે તેમજ રસ્તે રખડતા ઢોર પકડવાની કામગીરી પણ ચાલી રહી છે છતાં હજુ પણ આખલા યુધ્ધના દ્રશ્યો જોવા મળતા રહે છે મોરબીના ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આખલા યુધ્ધે ચડ્યા હતા
મોરબીના શનાળા રોડ પર આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં તાજેતરમાં આખલા યુદ્ધ જામ્યું હતું શેરીમાં આખલા યુદ્ધ જામતા સ્થાનીકોમાં ભયનો માહોલ છવાયો હતો નજીકમાં કાર અને બાઈક સહિતના વાહનો પાર્ક કરેલા હોવાથી આખલા યુધ્ધમાં વાહનોમાં નુકશાનીનો ભય પણ સતાવી રહ્યો હતો જે સમગ્ર દ્રશ્યો વિસ્તારના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી પરંતુ અવારનવાર આખલા યુધ્ધને કારણે ભયનો માહોલ જોવા મળતો હોય છે