Dubai,તા.29
જ્યારે ભારત-પાકિસ્તાન મેચ હોય છે, ત્યારે તે હાઈ વોલ્ટેજ મેચ હોય. રવિવારે દુબઈમાં રમાયેલી મેચનો ઉત્સાહ સમગ્ર ભારત અને પાકિસ્તાનમાં જોવા મળી રહ્યો છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરી અને પાકિસ્તાનને 146 રનમાં ઓલઆઉટ કરી દીધું.
ભારતીય સ્પિન ત્રિપુટીની સાથે, ઝડપી બોલર જસપ્રીત બુમરાહે પણ આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. બુમરાહે બે વિકેટ લીધી. પાકિસ્તાનની ઇનિંગ્સની નવમી વિકેટ લીધા પછી, બુમરાહે એવી રીતે ઉજવણી કરી જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.
બુમરાહએ વિકેટ લીધા બાદ રાઉફનો ઘમંડ તોડી નાખ્યો અને તેનું પ્લેન ક્રેશ કરી નાખ્યું તેવો ઈશારો કર્યો હતો, આ ઉજવણી ખૂબ વાયરલ થઈ હતી.
રૌફને તેના વિવાદાસ્પદ હાવભાવ બદલ 30 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો
બુમરાહે ખરેખર પાકિસ્તાની ફાસ્ટ બોલર હરિસ રૌફને જમીન પર ઉડાવી દીધો હતો. રૌફે 21 સપ્ટેમ્બરના રોજ ભારત સામેની મેચ દરમિયાન વિમાન દુર્ઘટનાનો વિવાદાસ્પદ સંકેત આપ્યો હતો. ICCએ પાકિસ્તાની ફાસ્ટ બોલર હરિસ રૌફને તેની મેચ ફીના 30 ટકા દંડ ફટકાર્યો હતો.
જોકે આજે બુમરાહે રાઉફને ક્લીન બોલ્ડ કર્યા બાદ જડબાતોડ જવાબ આપ્યો હતો.