Junagadh,તા.28
જુનાગઢ એ ડીવીઝન હદના દોલતપરા વિસ્તારમાં થયેલ ઘરફોડીના આરોપીને એ ડીવીઝન પોલીસે દબોચી લઈ મુદ્દામાલ કબ્જે કર્યો છે. દોલતપરા વિસ્તારમાં રહેતા ફરીયાદી અંજુબેન હરેશભાઈ હરીયાણીના રહેણાક મકાનનું તાળુ તોડી ગત તા.22/8/25ના રોજ કોઈ અજાણ્યા ઈશમે ઘરમાંથી સોનાની બાલી નંગ-1 રૂા.4000 સોનાનો દાણો-1 રૂા.1000 ચાંદીના કડા-2 રૂા.2500, ચાંદીના સાંકળા એક જોડી રૂા.10,000 ચાંદીના ગણપતિ નંગ-2 રૂા.2500, ચાંદીના તુલસી-રૂા.500 રોકડ રૂા.1000ના મુદામાલની ચોરી થયાની ફરીયાદ નોંધાતા એસપી સુબોધ ઓડેદરાની સુચના અને ડીવાયએસપી હીતેષ ધાંધલ્યાના માર્ગદર્શન નીચે એ ડીવીઝન પીઆઈ આર.કે. પરમાર અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે દોલતપરા 66 દીપક પેટ્રોલ પંપની બાજુમાં રહેતો કીરણ કાળુ પરમાર એક કાપડની થેલી લઈ જીઆઈડીસી-1ના ગેઈટ પાસે ઉભેલો હોય તેને દબોચી લઈ પીએસઆઈ એ.એચ. માધવાચાર્યએ અને સ્ટાફે તલાસી લેતા મુદામાલ તમામ કબ્જે કરી આરોપી કીરણ કાળુ પરમાર (ઉ.28) રે. દોલતપરા 66 કેવી નજીક વાળાને દબોચી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Trending
- Rajkot ની રંગોલીપાર્ક સોસાયટીની દુકાનોની હરાજી ઉપર હાઇકોર્ટે આપ્યો સ્ટે
- રૂા.22 લાખ કરોડની Income Tax વસુલાત બાકી
- Jamnagar: ગુલાબનગરમાંથી ચાર જુગારી ઝબ્બે
- Jamnagar: કાલાવડમાં બે ટ્રકમાંથી બેટરીની ચોરી અંગે પોલીસમાં થઇ ફરિયાદ
- Rajkot: હાથ ઉછીની રકમ પરત કરવા આપેલ રૂ.17 લાખનો ચેક રીટર્ન થતા ફરિયાદ
- Rajkot: ડ્રગ્સની હેરફેરના ગુનામાં ફરાર આનંદનગરનો મીલન ડાભી પકડાયો
- Rajkot: બાઈક સવાર મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ચિલઝડપ કરનાર બેલડી ઝડપાઈ
- Rajkot: ઓમનગર સર્કલ પાસે સર્વિસ રોડ પર કારમાં દારૂની મહેફિલ