Riyadh,તા.17
આ વર્ષે સાઉદી અરેબીયાએ `ઉમરાહ’ કરવા ગયેલા ભારતીયોને લઈ જતી એક બસ તથા એક ઓઈલ ટેન્કર વચ્ચે થયેલા અકસ્માતમાં ઓછામાં ઓછા 42 ભારતીયોના મૃત્યુ થયા છે અને અનેક ઘાયલ થયા છે.
જેમાં મોટાભાગના તેલંગાણાના પાટનગર હૈદરાબાદના હોવાનું જાહેર થયુ છે. ભારતીય દૂતાવાસે આપેલી માહિતી મુજબ આ બસ મકકાથી મદીના જઈ રહી હતી અને તે સમયે એક ઓઈલ ટેન્કર સાથે અથડાતા બસ ભીષણ આગમાં લપેટાઈ ગઈ હતી.
આ બસના મુસાફરો હૈદરાબાદ સ્થિત એક ટ્રાવેલ એજન્ટે બુક કરાવી હતી. આ અંગે કેન્દ્ર સરકાર ભારતીય દૂતાવાસના અધિકારીઓને દુર્ઘટના સ્થળે રવાના કર્યા છે અને મૃતકોના પરિવારનો પણ આંધ્ર, તામિલનાડુ સરકારે સંપર્ક કર્યો છે.

