Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ‘ગુડ બાય ઈન્ડિયા, થેન્ક યુ…’ પ્લેનમાં સવાર થતાં પહેલાનો બ્રિટિશ નાગરિકોનો વીડિયો વાઈરલ

    June 13, 2025

    Ahmedabad Plane Crash: સૌરાષ્ટ્ર-કચ્છના 28 મુસાફરોએ જીવ ગુમાવ્યાં

    June 13, 2025

    Wadhwan: છેલ્લા 48 કલાકમાં ગેરકાયદેસર રૃા.4 કરોડથી વધુની ખનીજચોરી ઝડપાઈ

    June 13, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ‘ગુડ બાય ઈન્ડિયા, થેન્ક યુ…’ પ્લેનમાં સવાર થતાં પહેલાનો બ્રિટિશ નાગરિકોનો વીડિયો વાઈરલ
    • Ahmedabad Plane Crash: સૌરાષ્ટ્ર-કચ્છના 28 મુસાફરોએ જીવ ગુમાવ્યાં
    • Wadhwan: છેલ્લા 48 કલાકમાં ગેરકાયદેસર રૃા.4 કરોડથી વધુની ખનીજચોરી ઝડપાઈ
    • Surendranagar: અમદાવાદના પ્લેન ક્રેશમાં ધોળકાના કેલિયા વાસણાના દંપતીનું મોત
    • Surendranagar: અમદાવાદ-કચ્છ હાઈવે પર એસ.ટી. બસ ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો
    • Surendranagar: ભૂંડ પકડવા બાબતે બે જૂથો વચ્ચે મારામારીમાં ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત
    • Surendranagar: ઝાલાવાડમાં 5 વર્ષમાં 6 બાળમજૂરને મુક્ત, 1 લાખનો દંડ વસૂલાયો
    • લંડન જતા Rajkotના બે વ્યક્તિ પણ એ જ વિમાનમાં સવાર હતા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Himmatnagar નજીક રેલવે અંડરબ્રિજના પાણીમાં બસ ડૂબી, વીડિયો થયો વાયરલ
    ગુજરાત

    Himmatnagar નજીક રેલવે અંડરબ્રિજના પાણીમાં બસ ડૂબી, વીડિયો થયો વાયરલ

    Vikram RavalBy Vikram RavalJuly 29, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Himmatnagar,તા.29 

    હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં આગામી બે દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી બે દિવસ એટલે કે 29 અને 30 જુલાઇના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ આગાહી કરી છે. ત્યારે ફરી એકવાર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. ગત 24 કલાકમાં કલાકમાં 116 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

    બસ પાણીમાં ડૂબી

    ત્યારે મેઘરાજાએ સાબરકાંઠા પંથકમાં કૃપા વરસાવી છે. હિંમતનગર, ઇડર, અવરલ્લી સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી  જ વરસાદ વરસી રહ્યો છે. વરસાદના હિંમતનગરના હમીરગઢ ગામ નજીક આવેલ અંડરબ્રિજ સહિત ઠેર-ઠેર પાણી ભરાય છે. ત્યારે હિંમતનગરથી વીરાવડા – હમીરગઢ બસ હમીરગઢ અંડર બ્રિજમાંથી પસાર થતી સેન્સર બંધ પડી જતાં પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. દર વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદના તેમજ ખેતરોના પાણી અંડરબ્રિજ પાણી ભરાય જાય છે.

    એ...એ...ગઇ બસ પાની મેં: હિંમતનગર નજીક રેલવે અંડરબ્રિજના પાણીમાં બસ ડૂબી, વીડિયો થયો વાયરલ 2 - image

    મહેસાણા વિસનગરમાં પણ વરસાદ

    વહેલી સવારથી ઉત્તર ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ત્યારે વિસનગર અને વડનગરમાં 1-1 ઇંચ અને જોટાણા, કડી, બહુચરાજીમાં અડધો-અડધો ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે મહેસાણામાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકતાં રોડ પર પાણી વળ્યા છે. વરસાદના લીધે મહેસાણા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

    29મી જુલાઈની આગાહી

    રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી દક્ષિણ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, આજે (29મી જુલાઈ) કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ સિવાયના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ અને છોટા ઉદેપુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર,  સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડી સહિતના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

    0મી અને 31મી જુલાઈ દરમિયાન માત્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં નવસારી અને વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

    ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો

    ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે ઘણી નદીઓમાં ઘોડાપૂર આવ્યો છે. અનેક જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે. હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. લગભગ એક લાખ લોકો તેનાથી પ્રભાવિત થયા છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશમાં પણ ભારે વરસાદને કારણે અનેક જળાશયોના જળસ્તરમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન મધ્યપ્રદેશ અને ઓડિશામાં મધ્યમથી ભારે વરસાદ થયો છે. મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ રાજસ્થાન, ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઝારખંડના ભાગો અને ગંગાના પશ્ચિમ બંગાળમાં કેટલાક સ્થળોએ ભારે ધોધ સાથે વરસાદ થયો હતો.

    Gujarat Rain Himmatnagar North-Gujarat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    ‘ગુડ બાય ઈન્ડિયા, થેન્ક યુ…’ પ્લેનમાં સવાર થતાં પહેલાનો બ્રિટિશ નાગરિકોનો વીડિયો વાઈરલ

    June 13, 2025
    રાજકોટ

    લંડન જતા Rajkotના બે વ્યક્તિ પણ એ જ વિમાનમાં સવાર હતા

    June 13, 2025
    રાજકોટ

    Rajkot: સોની બજાર મકાનમાંથી રૂ. 3.77 લાખની ચોરીમાં ત્રણ કિશોર ઝબ્બે

    June 13, 2025
    અમદાવાદ

    Ahmedabad પ્લેન ક્રેશમાં ૨૪૨ પૈકી એક મુસાફર જીવિત મળ્યો

    June 12, 2025
    અમદાવાદ

    કેન્સલેશન પર મળશે સંપૂર્ણ રિફંડ, હેલ્પલાઇન નંબર કર્યો જાહેર

    June 12, 2025
    મુખ્ય સમાચાર

    વિમાન દુર્ઘટનામાં એક, બે નહીં પણ ૪ બિલ્ડિંગને ભારે નુકસાન

    June 12, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ‘ગુડ બાય ઈન્ડિયા, થેન્ક યુ…’ પ્લેનમાં સવાર થતાં પહેલાનો બ્રિટિશ નાગરિકોનો વીડિયો વાઈરલ

    June 13, 2025

    Ahmedabad Plane Crash: સૌરાષ્ટ્ર-કચ્છના 28 મુસાફરોએ જીવ ગુમાવ્યાં

    June 13, 2025

    Wadhwan: છેલ્લા 48 કલાકમાં ગેરકાયદેસર રૃા.4 કરોડથી વધુની ખનીજચોરી ઝડપાઈ

    June 13, 2025

    Surendranagar: અમદાવાદના પ્લેન ક્રેશમાં ધોળકાના કેલિયા વાસણાના દંપતીનું મોત

    June 13, 2025

    Surendranagar: અમદાવાદ-કચ્છ હાઈવે પર એસ.ટી. બસ ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો

    June 13, 2025

    Surendranagar: ભૂંડ પકડવા બાબતે બે જૂથો વચ્ચે મારામારીમાં ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત

    June 13, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ‘ગુડ બાય ઈન્ડિયા, થેન્ક યુ…’ પ્લેનમાં સવાર થતાં પહેલાનો બ્રિટિશ નાગરિકોનો વીડિયો વાઈરલ

    June 13, 2025

    Ahmedabad Plane Crash: સૌરાષ્ટ્ર-કચ્છના 28 મુસાફરોએ જીવ ગુમાવ્યાં

    June 13, 2025

    Wadhwan: છેલ્લા 48 કલાકમાં ગેરકાયદેસર રૃા.4 કરોડથી વધુની ખનીજચોરી ઝડપાઈ

    June 13, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.