મધ રાત્રે માધાપર થી બેડી ચોકડી વચ્ચે પુલ પરથી પડતું મૂકનાર વેપારીનું સારવાર દરમિયાન મોત
Rajkot,તા.03
રાજકોટમાં એકલવાયું જીવન આકરું લાગતા વેપારીએ પુલ ઉપરથી મોતની છલાંગ લગાવતા બેભાન હાલતમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આગે પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના માધાપર ગામે રહેતા અને કટલેરીનો ધંધો કરતા વેપારી નૈમિશભાઈ નરેન્દ્રભાઈ માવાણી૫૦ એ ગત રાત્રે દસેક વાગ્યે માધાપર ચોકડી થીબેડી ચોકડી વચ્ચે પુલ પરથી પડતું મુકતા બેભાન અવસ્થામાં તાત્કાલિક ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. સિવિલમાં ઇમરજન્સી વોર્ડમાં સારવાર કારગત નીવડે તે પહેલા જ તબીબોએ નિમેષભાઈ ને મૃત જાહેર કર્યા હતા.મોતની છલાંગ લગાવનાર નેમેશભાઈ નરેન્દ્રભાઈ માવાણી ના છૂટાછેડા થયા બાદ તે એકલવાયું જીવન જીવતા હતા અને છેલ્લા કેટલાક સમયથી તે જીવન થી કંટાળાનું કંટાળી ગયા હોવાનું વારંવાર રટણ કરતા હતા નૈમિશ ભાઈ બે ભાઈ બે બહેનોમાં સૌથી મોટા હતા એકલવાયા જીવનથી કંટાળી પુલ ઉપરથી પડતું મૂકી આપઘાત ના આ બનાવથી નિમેશભાઈ માવાણી ના પરિવાર શોક મગ્ન બની ગયું હતું આ બનાવ અંગે ગાંધીગ્રામ પીએસઆઇ ટીડી જાડેજા એ તપાસ હાથ ધરી છે