એસ્ટેટ બ્રોકરને રૂપિયા 3.50 લાખ ચુકવવામાં નિષ્ફળ નિવડે તો વધુ એક માસની કેદની સજા
Rajkot,તા.19
શહેરના એસ્ટેટ બ્રોકર પાસેથી ધંધાકીય જરૂરિયાત માટે ઉછીના લીધેલા રૂપિયા 3.50 લાખ પરત કરવા આપેલા બે ચેક રિટર્ન થવાના બે કેસમાં અદાલતે હાલના જ્યુસ ધંધાર્થીને બંને કેસમાં એક એક વર્ષની સજા અને ચેકની રકમ ફરિયાદીને વળતર પેટે ચુકવી દેવા હુકમ કર્યો છે.
રાજકોટમાં તિરૂપતીનગર, રૈયા રોડ ખાતે રહેતા એસ્ટેટ બ્રોકર ભરતકુમાર મનસુખલાલ બુદ્ધદેવ પાસેથી અશોક રઘુભાઈ સમેચાએ તેમના ધંધાના વિકાસ અર્થે ગત ઓગષ્ટ ૨૦૧૭ના સમયગાળામાં કુલ રૂ।. ૩.૫૦ લાખ હાથ ઉછીના લઇ ભરતભાઈ બુધ્ધદેવ જોગ પ્રોમિસરી નોટ લખી આપેલ હતી આ રકમની ચુકવણી પેટે રૂા. ૨ લાખ અને રૂા. ૧.૫૦ લાખના બન્ને ચેક પરત ફરેલ હતા. જેથી કાયદેસરની ડિમાન્ડ નોટીસ મોકલવા છતાં અશોક સમેચાએ ચેકની રકમ ન ચુકવતા ભરતભાઈ બુદ્ધદેવે બન્ને ચેક અનુસંધાને બે ફરિયાદ દાખલ કરેલ હતી. પરંતુ લેખિત બાંહેધરી મુજબ આરોપી નિયમિત હપ્તાઓ ચુકવતા ન હોય, કોર્ટે ટ્રાયલ ચાલુ કરી હતી. જેમાં ફરિયાદીના એડવોકેટ દ્વારા કરવામાં આવેલ દલીલો તથા ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ તેમજ આરોપીએ ન કોર્ટ રૂબરૂ લખી આપેલ લેખિત બાંહેધરીને ધ્યાને લઈ કોર્ટે આરોપી આદેશ કોકોનટ રસના ધંધાર્થીને બન્ને કેસમાં એક એક વર્ષની એટલે કે કુલ બે વર્ષની કેદની સજા અને રૂા. ૩.૫૦ લાખ ફરિયાદી ભરત બુદ્ધદેવને ચુકવી આપવા અને આરોપી સદરહુ રકમ ચુકવવામાં નિષ્ફળ નિવડે તો વધુ એક માસની કેદની સજા કરવાનો હુકમ ફરમાવેલ છે. આ કામમાં આરોપી તરફે યશસ્વી એસોસિએટસના યુવા ધારાશાસ્ત્રી વિવેક એલ. ધનેશા, કરશન એમ. ભ૨વાડ, નિકિતા ડી. સોલંકી રોકાયા હતા.