પૈતૃક જમીન પ્રશ્ન ન્યાય ન મળતા પગલું ભર્યા નો પરિવારનો આક્ષેપ
Veraval,તા.23
ન્યાય માટે આત્મવિલપન નો પ્રયાસ…. વેરાવળ કોર્ટમાં મચ્છીના વેપારી અને અગાઉ નારકોટીકસ કેસ માંજેલવાસ ભોગવી ચૂકેલા યુવાને શરીર એ પેટ્રોલ છાંટી જાત જલાવી દેતા ગંભીર હાલતમાં પ્રથમ વેરાવળ ત્યાંથી જુનાગઢ અને વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે.આગે પ્રાપ્ત વિગત મુજબ વેરાવળ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ગઈકાલે બપોરે અફફાક ગફારભાઈ પંજા ૩૨એ કોર્ટના મુખ્ય દરવાજા પાસે પોતાના શરીર પર પેટ્રોલ જેવો જવલનશીલ પ્રવાહી ખાટી દીવાસળી છાપી દેતા કોર્ટના દરવાજે હાજર વકીલો એ તાત્કાલિક યુવકને બચાવવાનો સફળ પ્રયાસ કર્યો હતો અને ગંભીર રીતે દાઝેલા અશફાકભાઈને ૧૦૮ મારફત વેરાવળ સિવિલ અને ત્યાંથી જુનાગઢ અને ત્યાંથી રાજકોટ ખસેડવામાં આવ્યો હતો
રાજકોટ સિવિલના દાખલ અશફાક પંજા ના ભાઈ શરીફ ભાઈએ જણાવ્યું હતું કે આ આત્મવિલોપન નો પ્રયાસ ન્યાય મેળવવા માટે થયો છે તેમણે આક્ષેપ કર્યો છે કે તેમના નાના બાપુની ડાભોર ગામે આવેલી ૨૦ વીઘા જમીન કેટલાક લોકોએ કબજો કરી લીધો છે. તેણે એવો આક્ષેપ કર્યો હતો કે ૨૦૨૨માં આ પ્રકરણમાં જ અસ્ફાકે પર એનડીપીએસ નો કેસ કરવામાં આવ્યો હતો અને તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો આ બનાવથી અશફાકના પત્ની અને બાળક પણ પિયર ચાલી ગઈ છે અને અશફાક પર ભારે માનસીક દબાણ ઉભો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, ગઈકાલે કોર્ટમાં ન્યાય માટે અરજી કરવા ગયેલા અશફાક એ હતાશ થઈને આ પગલું ભરી લીધું હોવાનું શરીફ ભાઈએ જણાવ્યું હતું આ બનાવ માં દાઝેલા અશફાકભાઈ ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે આ અંગે વેરાવળ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અશફાકભાઈ બે ભાઈ અને ત્રણ બહેનોમાં મોટા હોવાનું અને તેને ખોટી રીતે ડ્રગના કેસમાં ફીટ કરી જમીન પડાવી લેવા દબાણ કરતું હોવાનું આક્ષેપ કરવામાં આવ્યું છે