Rajkot. તા.26
રૈયા રોડ પર કપડાંની દુકાન ધરાવતા વેપારીને પૂર્વ પત્ની અને તેના મિત્રએ વારંવાર ફોન કરી અને ઘરે ધસી જઈ ખૂનની ધમકી આપતાં ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. વેપારીની ગેરહાજરીમાં પણ ઘરે ધસી જઈ તેની માતાને પણ ખૂનની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે.
બનાવ અંગે રૈયા રોડ પર વૈશાલીનગર શેરી નંબર-02 ખાતે આસ્થા એપાર્ટમેન્ટમાં રહેતા 39 વર્ષીય વેપારી પીયુષભાઈ પ્રેમજીભાઇ લીંબાસીયાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે દિવ્યેશ ધીરુ સાવલિયા અને પૂર્વ પત્ની ચાંદની બાબુ ગોંડલીયાનું નામ આપી જણાવ્યું હતું કે, તે રૈયા રોડ ઉપર શિવ ફેશન નામની કપડા દુકાન ચલાવી વેપાર કરે છે.
વર્ષ 2016 મા ચાંદની સાથે પરીચય થયેલ હતો અને બાદમા બન્નેએ લગ્ન કરેલ હતા. આ લગ્ન જીવનથી સંતાનમા બે દિકરા થયેલ હતા. જેમા મોટો દિકરો રેહાન (ઉ.વ.8) અને નાનો દિકરો શક્તિ (ઉ.વ.7) છે. લગ્નબાદથી ચાંદનીએ તેમજ ઘરના સભ્યોને ત્રાસ આપવાનુ ચાલુ કરેલ હતુ, પરંતુ સમય જતા ચાંદનીમા સુધારો આવી જશે તેમ લાગતા જે તે વખતે અમે કોઇ ફરીયાદ કરેલ ન હતી. તેમ છતા પત્નિ ચાંદની ઘરમાં તેમને તથા મમ્મીને અવારનવાર માનસીક ત્રાસ આપતી હતી.
ઘરમા વ્યવસ્થીત રહેતી ન હતી. વધુમાં યુવકે જણાવ્યું હતું કે, ચાંદની અન્ય પુરૂષ સાથે સબંધ રાખતી હોવાથી અમે વર્ષ-2024 મા છુટાછેડા લઇ લીધેલ હતા અને નામદાર કોર્ટ દ્વારા બન્ને બાળકોની કસ્ટડી તેમને સોપવામાં આવેલ હતી.
ત્યારબાદથી તે માતા તથા બે બાળકો સાથે વૈશાલીનગરના ફ્લેટમાં રહે છે. છેલ્લા બે મહીનાથી ચાંદની ગોડલીયાની ચડામણીથી દિવ્યેશ સાવલીયા અવાર નવાર ફોન કરી ચાંદની સાથેના લગ્નજીવન દરમ્યાન મે ચાંદનીને ખુબ જ હેરાન કરેલ છે તેમ કહી ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપે છે.
દિવ્યેશ સાવલીયા ફોન કરી અવારનવાર તુ કયા છો મારે તને રૂબરૂ મળવુ છે તેમ કહી લોકેશન માંગે છે. દર પુનમે તે માટેલ ખાતે માતાજીના મંદીરે જતો હોય છેલ્લી બે પુનમથી માટેલ માતાજીના મંદીરે જાય છે તે વખતે દિવ્યેશ સાવલીયા અને ચાંદની ગોડલીયા પણ માટેલ માતાજીના મંદીરે આવેલ હતા.
તા.01 ના રોજ ચાંદનીએ અમારી બાજુમા રહેતા અંકીતાબેનને ફોન કરેલ હતો અને તેમના તથા બાળકો વિશે પુછપરછ કરેલ હતી. જે બાબતે અંકીતાબેને વાત કરતા તરત જ બાળકોના ટ્યુશન ક્લાસીસે ગયેલ હતો. ત્યાથી ટ્યુશનના મેડમ સ્વાતી લુણાગરીયાએ વાત કરેલ હતી કે, એક ભાઈ આવેલ હતા અને પુછતા હતા કે, પીયુષભાઈના બે દિકરા અહીં ટયુશનમા આવે છે.
જેથી તેને હા પાડતા તેણે મને કહેલ કે પીયુસભાઇ કેટલા વાગ્યે તેડવા માટે આવશે તેમ પુછેલ હતુ અને તેણે પોતાનુ નામ દિવ્યેશ સાવલીયા જણાવેલ હતુ. દિવ્યેશ ચાર વખત મારા ઘરે આવેલ હતો અને એક વખત મારા મમ્મી જયાબેન હાજર હતા તે વખતે મારા મમ્મીને પણ ઘમકાવેલ કે, ડોશી તને તો જીવતી નથી રહેવા દેવાની.
જેથી પૂર્વ પત્ની ચાંદની અને દિવ્યેશ સાવલિયાની વારંવાર ધમકીથી કંટાળી અંતે યુવકે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી