Ahmedabad,તા.૩૦
બીઝેડ ગ્રૂપના કૌભાંડની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ નવા ખુલાસા થઈ રહ્યા છે. જેમાં વધુ એક કૌભાંડનો ખુલાસો થયો છે. જેમા ૬૨ શિક્ષકોના નામ સીઆઇડી ક્રાઈમની તપાસમાં ખૂલ્યાં છે સાથે સાથે ૬૨ શિક્ષકોના નામ ખૂલતા શિક્ષણ વિભાગ હડકંપ આવ્યો છે,માયાજાળમાં ૬૨ શિક્ષકોનું રોકાણ હોવાનું સામે આવ્યું છે સાથે સાથે ઝાલાની વિવિધ સ્કીમમાં શિક્ષકોએ પણ રોકાણ કરાવ્યું હોવાની માહિતી સીઆઈડી ક્રાઈમને મળી છે,ઝાલાની પૂછપરછમાં શિક્ષકોના મોટાપાયે રોકાણનો ખુલાસો થયો હોવાની વાત સામે આવી છે જેમા રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પણ ચાલી રહી છે તપાસ.
હવે સીઆઈડી ક્રાઇમની તપાસમાં ૬૨ શિક્ષકોના નામ ખુલતા શિક્ષણ વિભાગ હડકંપ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે,મહાઠગની માયાજાળમાં ૬૨ શિક્ષકોનું રોકાણ હોવાનું સામે આવ્યું છે જેમાં સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાંથી ૬૨ શિક્ષકો દ્વારા ભુપેન્દ્ર ઝાલા ની વિવિધ સ્ક્રિમ અંતર્ગત રોકાણ કરવામાં આવ્યું છે.ભુપેન્દ્ર ઝાલાના રિમાન્ડ દરમિયાન શિક્ષકોના મોટાપાયે રોકાણનો થયો ખુલાસો થયો છે.શિક્ષકો બધા પાસે રોકાણ કરાવતા હોવાની વાત સામે આવી છે.ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે જેમાં ૭ બેંકોના ખાતાઓમાં નાણાંની હેરાફેરીની વિગતો ખુલી છે.
બીઝેડમાં મોટું રોકાણ કરનાર અને રોકાણકારોના નામ ખૂલ્યાં છે.એક કરોડથી વધુ રકમના રોકાણકારોના નામ ખૂલ્યાં છે,આરોપી ભૂપેન્દ્રસિંહ મોટા રોકાણકારો સાથે ઘરોબો રાખતો હતો અને ભૂપેન્દ્રસિંહના મોબાઇલથી પોલીસને મળી શકે છે વધુ પૂરાવા તો પોલીસે ખાતાઓમાં જમા થયેલા નાણાં, વ્યવહારોની વિગતો મંગાઈ છે.રાજ્યમાં ૬૦૦૦ કરોડના કૌભાંડ બીઝેડ ગ્રૃપના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાના સીઆઇડી ક્રાઇમે ૧૪ દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જે સ્પેશ્યલ કોર્ટે ૭ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સ્પેશ્યલ કોર્ટે શનિવાર સાંજ સુધીના રિમાન્ડ આપ્યા છે.
બીઝેડ ગ્રૃપના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાની ૬ હજાર કરોડના કૌભાંડ અંગે પૂછપરછ થશે. પૂછપરછમાં અનેક ખુલાસા બહાર આવે તેવી શક્યતા છે.રાજ્યમાં લોકોને વધુ વળતરની લાલચ આપીને પોંઝી સ્કીમોમાં રોકાણ કરાવી રૂ. ૬ હજાર કરોડનું મસમોટું કૌભાંડ આચરનાર બીઝેડ ગ્રૂપનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી.