Rajkot. તા.05
રાજકોટમાં કલાવડ રોડ પર રહેતી યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે CA દર્શન (ઉ.વ.28, રહે. અટીકા ફાટક પાસે આવેલ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં અર્જુન પાર્ક રાજકોટ)નું નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
રાજકોટની કોમ્પ્યુટર ઈજનેર યુવતી પર ચાર્ટડ એકાઉન્ટ શખ્સે લગ્નની લાલચ આપી અનેકવાર દુષ્કર્મ આચરતાં ફરીયાદ નોંધાઈ હતી. માતા સાથે એકલી રહેતી યુવતીને એપ દ્વારા સંપર્કમાં આવેલ 28 વર્ષીય દર્શનએ ધારી રિસોર્ટ, ઉજ્જૈન, ઉદયપુર, ગોવા સહિતની જગ્યાએ લઈ જઈ દેહ ચૂંથ્યો હતો.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેણી હાલ ઘરે બેઠા ઓનલાઇન ફ્રીલાન્સીંગનુ કામ કરે છે. તેમના પરીવારમાં તે અને તેમની 56 વર્ષની માતા જે વિમા કંપનીમાં નોકરી કરે છે. તેણીએ અમદાવાદ કોમ્પ્યુટર એંજીનીયરીંગનો અભ્યાસ કરેલ છે.
છ-સાતેક મહીના પહેલા તેણી યુનીવર્સિટી રોડ પંચાયત ચોકથી આગળ આવેલ એકેડમી ખાતે લેક્ચરર તરીકે કરતી હતી. ઓકટોબર 2024 માં તેણીએ મોબાઇલમા રહેલ BUMBLE નામની એપ દ્વારા CA દર્શન સાથે સંપર્કમા આવેલ. બાદ તેઓ મેસેજ ચેટ દ્વારા વાતચીત કરતા અને ગઇ તા.14/10/2024 ના બંન્નેએ એકબીજાના મોબાઇલ નંબરની આપ-લે કરેલ હતી.
મેસેજ ચેટ દ્વારા બીજા દિવસે રૂબરૂ મળવાની વાતચીત થયેલ અને બીજા દિવસે કાલાવાડ રોડ પર ઈસ્કોન મંદીરની સામે આવેલ ટી-પોસ્ટ પર રૂબરૂ મળેલ અને બાદ બાજુમા આવેલ એમટીવી ટી-પોસ્ટ પર બેસવા માટે ગયેલ હતા. જે બાદ બન્ને એક-બીજા સાથે ફોન ઉપર તથા વોટ્સ એપ દ્વારા વાતો કરતા હતા.
દરમિયાન દર્શને પ્રપોઝ કરેલ અને એકબીજાને પ્રેમ કરવા લાગેલ હતાં. ગઇ તા.18/10/2024 ના તેણી જે એકેડમીમાં કામ કરતી હતી ત્યાના સ્ટાફના સહકર્મી મિત્રનો જન્મદિવસ હોવાથી તેણી અને આરોપી દર્શન સાથે જન્મદિવસની ઉજવણી કરવા માટે અમરેલીના ધારી (ગીર) ખાતે આવેલ સુર્યા હિલ વ્યુ રિસોર્ટ પર ગયેલ હતાં.
બધા મિત્રો ધારી રીસોર્ટમાં બે દિવસ રોકાયેલ અને ત્યાં દર્શને કહેલ કે, તુ મને બહુ ગમે છે, હવે હુ તારી સાથે જ લગ્ન કરવા ઇચ્છુ છુ, આપણે એકબીજાના પરિવારને વાત કરીને લગ્ન માટે મનાવી લઈશું, હું તારી સાથે જ લગ્ન કરીશ એમ કહી લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી તેણી સાથે એક વખત શારીરીક સંબંધ બાંધેલ હતો. ત્યારબાદ તા.20/10/2024 ના તેઓ બધા સાળંગપુર મંદિરે દર્શન કરી પરત રાજકોટ ખાતે આવેલ હતા.
ત્યારબાદ યુવતી અને દર્શન બન્ને તા.31/10/2024 ના ઉજ્જૈન ફરવા માટે રાજકોટથી તેણીની કાર લઇને ગયેલ હતા. બીજા દિવસે મોડી રાત્રીના ઉજ્જૈન પહોંચેલ અને ત્યા હોટલ ખાતે રાત્રી રોકાણ કરેલ ત્યા પણ દર્શને તેણી સાથે શારીરીક સંબંધ બાંધેલ હતો. ત્યાર બાદ બીજા દિવસે ઓમકારેશ્વર મંદિર અને બાદમાં ઉદયપુર ફરવા માટે ગયેલ અને ઉદયપુર બન્ને ત્રણ દિવસ સુધી રોકાયેલ હતાં. ત્યા પણ દર્શને તેની સાથે શારીરીક સંબંધ બાધેલ હતા. બાદ બંન્ને રાજકોટ પરત ફરેલ અને બન્ને અવારનવાર એકબીજાને મળતા અને વાતચીત કરતા હતા.
તેમજ માતા તેમની ઓફીસ નોકરીએ ગયા હોય ત્યારે દર્શન ઘરે આવતો અને બપોરના સમયે બન્ને અવારનવાર મળતા હતા. ત્યારે પણ તેને શારીરીક સંબંધ બાંધેલ હતા. ત્યારબાદ ડિસેમ્બર-2024 દરમ્યાન દર્શનના લગ્નની વાત આવેલ અને ત્યારે તેને છોકરી જોવા જવા માટે તેના માતા-પિતાએ તેને કહેલ ત્યારે તેને મારી સાથે લગ્ન કરવાનુ મને વચન આપેલ હતુ. જે છોકરીની વાત ચાલુ હતી તેને ના પાડી દીધેલ હોવાની વાત આ દર્શને કરેલ હતી.
તા.27/12/2024 ના બંન્ને રાજકોટથી ગોવા ફરવા માટે ગયેલ અને ત્યા સાતેક દિવસ રોકાયેલ ત્યા પણ બંને બન્ને વચ્ચે શારીરીક સંબંધ બંધાયેલ હતા. બાદ બન્ને જાન્યુઆરી 2025 માં ધારી (ગીર) ખાતે આવેલ સુર્યા હિલ વ્યુ રિસોર્ટ પર ગયેલ અને બે દિવસ ત્યા રોકાયેલ ત્યા પણ બન્ને વચ્ચે શારીરીક સબંધો બંધાયેલ હતા.
બાદ ગઇ તા.09/04/2025 ના દર્શન મુંબઇ ભિંવડી ખાતે એક છોકરી જોવા માટે ગયેલ અને ત્યારે તેને કહેલ કે, મારા પરીવારના નજીકના સગા છે એટલે મારે છોકરી જોવા જવુ પડશે, પણ હુ લગ્ન તો તારી સાથે જ કરીશ તેવુ જણાવેલ હતું.
બાદ બીજા દિવસની રાત્રે વોટ્સએપમાં મેસેજ દ્વારા કહેલ કે, ભિવંડી વાળી છોકરી મારા મમ્મી-પપ્પાને ગમી છે તેવુ જણાવેલ હતુ. જેથી બન્ને વચ્ચે ફોનમાં સામાન્ય બોલાચાલી થયેલ હતી. બાદ તે મુંબઈ ભિવંડીથી તા.12 ના પરત રાજકોટ ફરેલ અને તેણી તેને સમજાવવા માટે રાજકોટ રેલ્વે સ્ટેશન ખાતે મોડી રાત્રીના ગયેલ હતી. ત્યાંથી દર્શન તેને લીમડા ચોક ખાતે આવેલ ગેલેક્ષી હોટલ ખાતે લઈ ગયેલ અને બંન્ને ત્યા રાત્રે રોકાયેલ અને દર્શને તેણી સાથે શારીરીક સંબંધ બાંધેલ હતો. બાદ દર્શને કહેલ કે, તુ આપણા બન્નેના લગ્નની વાત તારા પરીવારના સભ્યો સાથે ક્યારે કરવાનો છો?” તેમ કહેતા દર્શને વાત કરીશ એમ કહેલ હતું.
ગઇ તા.15 ના તેના પિતા સાથે તેણીની મુલાકાત કરાવેલ હતી પરંતુ તેના પિતાએ દર્શનને તેણી સાથે લગ્ન કરવાની ના પાડેલ હતી. બાદ તા.19 ના ભિવંડી મુંબઈ વાળી છોકરી વાળા દર્શનને જોવા માટે આવેલ હતાં. બાદ તેણીએ દર્શનને સાંજના સમયે મેસેજ કરેલો કે, પહેલી છોકરી વાળા તને જોવા માટે આવેલ હતા, તેનુ શું થયુ ? તો દર્શને કહેલ કે, મને માફ કરજે, તે છોકરી મારા માતા-પિતાને ગમી ગઇ છે, એટલે હુ તેને ના પાડી શક્યો નથી.
બાદમાં તેણીએ જે છોકરી તેને જોવા માટે આવેલ હતી તેના સગાનો ઈન્સ્ટાગ્રામથી કોન્ટેક મેળવેલ હતો. તેણી જામનગર રૂબરૂ જઈ તે યુવતીના પિતરાઈ બહેનને તેણી તથા દર્શન વચ્ચેના સબંધોની હકીકત જાણાવેલ, બાદ બીજા દિવસે સવારે દર્શનનો વોટ્સ એપ્પમા મેસેજ આવેલ કે, તુ મને હવે મેસેજ કે ફોન ન કરતી તેમ કહી તેણીનો મોબાઇલ નંબર બ્લોક કરી દિધેલ હતો.
બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી આરોપીને સકાંજામાં લેવાં તજવીજ આદરી હતી.