Jasdan,તા.28
વિંછીયા શહેર માં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પોતાના નિવાસ સત્યજીત સોસાયટી માં લગાવ્યું સ્માર્ટ મીટર લોકોમાં જાગૃતતા લાવવા પ્રયાસ
વિછીયા શહેરમાં મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ વીંછિયા શહેરમા પોતાના શિવાજીપરા, મંદીર પાસે સત્યજીત સોસાયટી ખાતેના નિવાસસ્થાને સ્માર્ટ મીટર લગાવ્યું હતું .
જસદણ વિછીયા વિધાનસભા 72ના ધારાસભ્ય અને રાજ્ય સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ સ્માર્ટ મીટરની લોકોમાં જાગૃતિ આવે તે માટે પીજીવીસીએલના અધિકારીઓ સુપ્રિટેન્ડિગ એન્જિનિયર જે બી ઉપાધ્યાય, એક્ઝિક્યુટિવ એન્જિનિયર એ ડી સૈયદ અને ડેપ્યુટી એન્જિનિયર એચ યૂ ગોસાઈ સહિતનો કાફલો વીંછિયા શહેર ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈના નિવાસસ્થાને પહોંચી તેમની હાજરીમાં જ સ્માર્ટ મીટર ફીટ કરવામાં આવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે રાજ્યના અનેક વિસ્તારોમાં સ્માર્ટ મીટર અંગે અનેક શંકા કુશંકા અને આક્ષેપો સામે આવી રહ્યાં છે ગ્રાહકોમાં બિલ વધવાની મીટરની ગડબડી થવાની હોવાનું માનવામાં આવી રહ્યું છે આ સ્થિતિમાં સ્માર્ટ મીટર લગાવી વિશ્વાસ જમાવવાનો પ્રયાસ કર્યો છે.