ગાંધીનગર, તા.૩૧
રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જઈ રહ્યા હતા. આ દરમિયાન ચોટીલા નજીક તેમની કારને અકસ્માત નડ્યો હતો. જોકે સદનશીબે રાજ્યના કેબિનેટ મંત્રીનો આબાદ બચાવ થયો હતો. આ દુર્ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અકસ્માત સ્થળ પર પહોંચ્યો હતો. મળતી માહિતી અનુસાર, રાજ્યનાં કૃષિમંત્રી મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જઈ રહ્યા હતા. તે દરમિયાન ચોટીલા નજીક તેમની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારને નુકસાન થયું હતું, પરંતુ રાઘવજી પટેલને ચમત્કારીક બચાવ થયો હતો. અકસ્માતના પગલે હાઇવે પર ર્ટ્રાફિક જામ થઈ ગયો હતો. મંત્રીની કારને અકસ્માત નડ્યો હોવાની માહિતી મળતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Trending
- તંત્રી લેખ…ટેરિફનો સટ્ટો દુનિયા માટે ખતરનાક બનશે
- 22 જુલાઈનું પંચાંગ
- 22 જુલાઈનું રાશિફળ
- આવો, જાણીએ.. ‘National Flag Day’ નિમિત્તે ભારતીય ધ્વજ સંહિતા વિશે
- સંત Puneet Maharaj ની ૧૧૭મી જન્મ જયંતિએ શત્ શત્ વંદન
- હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપની કથાઓ-ભાગ-15
- Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 9
- Morbi ટંકારાના લજાઈ-વીરપર ગામે બે પક્ષ વચ્ચે મારામારી બાદ સામસામી ફરિયાદ