સમાજ ઉત્કર્ષ માટે અંધશ્રદ્ધા, વ્યસન અને કુરિવાજોમાંથી બહાર આવવું અનિવાર્ય : ભરતભાઈ પટણી
Junagadh તા. ૩૦
ભારત સરકારના સામાજિક અને ન્યાય અધિકારિતા મંત્રાલય હેઠળના વિચરતી વિમુક્ત સમુદાયના વિકાસ અને કલ્યાણ બોર્ડના સભ્ય ભરતભાઈ પટણીના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ ખાતે વિચરતી વિમુક્ત જાતિ સમુદાયની શિબિર યોજાઇ હતી.
જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે આયોજિત આ શિબિરનો આશ્રય આશય સ્પષ્ટ કરતા ભરતભાઈ પટણીએ જણાવ્યું હતું કે, વિચરતી વિમુક્ત જાતિ સમુદાયના પ્રશ્નો કેન્દ્ર રાજ્ય સરકાર સુધી પહોંચે તે માટે સંવાદના સતુરૂપ આ કાર્યક્રમ છે, તેમણે એમ પણ કહ્યું હતું કે, સમાજ ઉત્કર્ષ માટે અંધશ્રદ્ધા, વ્યસન અને કુરિવાજોમાંથી બહાર આવવું અનિવાર્ય છે. આ સાથે તેમણે સમાજને મજબૂત બનાવવા માટે જ્ઞાનશાળી એટલે કે શિક્ષણ મેળવવા ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને સમૃદ્ધિની દિશામાં આગળ વધવા માટે પ્રેરક માર્ગદર્શન કર્યું હતું.
આ તકે સૌએ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતાના શપથ પણ લીધા હતા. આ શિબિરમાં બક્ષીપંચ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ જે.કે. ચાવડા સહિત વિચરતી વિમુક્ત જાતિ સમુદાયના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી સહભાગી બન્યા હતા.

