Mumbai ,તા.05
રાજકુમાર રાવે આગામી બાયોપિકમાં સૌરવ ગાંગુલીનું પાત્ર ભજવવાનો હોવાની પુષ્ટિ કર્યા બાદ એક સૂત્રએ જણાવ્યું છે કે ભારતીય ક્રિકેટ ટીમનાં ભૂતપૂર્વ કેપ્ટનની પત્ની ડોના ગાંગુલીની ભૂમિકા ભજવવા માટે મિમી ચક્રવર્તીનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
“પ્રોડક્શન હાઉસ અને અભિનેત્રી વચ્ચે વાટાઘાટો આગળ વધી છે, પરંતુ હજી સુધી કંઇપણ પુષ્ટિ થઈ નથી. એવી પણ ચર્ચા છે કે ડોનાની ભૂમિકા માટે તૃપ્તિ ડિમરીનું નામ સૂચવવામાં આવ્યું છે, “ફિલ્મ યુનિટ સાથે સંકળાયેલાં એક સૂત્રએ શેર કર્યું હતું. આ બાયોપિકનું શૂટિંગ જુલાઈના અંત સુધીમાં શરૂ થવાનું છે.