Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Mahwash મારા જીવનના સૌથી મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો છેઃChahal

    August 2, 2025

    ‘Son of Sardaar 2’ ના સ્ક્રીનિંગમાં સેલિબ્રિટીઝ ઉમટયા

    August 2, 2025

    National Awards 2023 : ‘વશ’ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ

    August 2, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Mahwash મારા જીવનના સૌથી મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો છેઃChahal
    • ‘Son of Sardaar 2’ ના સ્ક્રીનિંગમાં સેલિબ્રિટીઝ ઉમટયા
    • National Awards 2023 : ‘વશ’ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ
    • Ahmedabad માં હાઇટેક નકલી જ્યોતિષી ઝડપાયો
    • Pakistan and Bangladesh વચ્ચે થયા ગુપ્ત વાયુ રક્ષા કરાર
    • ભારતીય ટેસ્ટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન Rohit Sharma લંડન પહોંચ્યા
    • Rohan Jaitley મારા પિતાનું ૨૦૧૯માં નિધન થયું તો ૨૦૨૦માં તેમણે રાહુલ ગાંધીને કેવી રીતે ધમકાવ્યા?
    • મહિલાઓ અંગે વિવાદિત ટિપ્પણી બાદ Sadhvi Ritambhara એ તરત માફી માગી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Canada માં ભારતીય ઇમિગ્રન્ટ્‌સમાં ગુજરાતી સૌથી વધુ બોલાતી ભાષા
    આંતરરાષ્ટ્રીય

    Canada માં ભારતીય ઇમિગ્રન્ટ્‌સમાં ગુજરાતી સૌથી વધુ બોલાતી ભાષા

    Vikram RavalBy Vikram RavalOctober 28, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વર્ષ ૧૯૮૦ થી આશરે ૮૭,૯૦૦ ગુજરાતી ભાષી ઇમિગ્રન્ટ્‌સ કેનેડામાં સ્થાયી થયા છે

    Canada, તા.૨૮

    કેનેડામાં ભારતીય ઇમિગ્રન્ટ્‌સમાં પંજાબી અને હિન્દી પછી ગુજરાતી ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે. ૧૯૮૦ થી આશરે ૮૭,૯૦૦ ગુજરાતી ભાષી ઇમિગ્રન્ટ્‌સ કેનેડામાં સ્થાયી થયા છે. ૨૦૧૬ થી ૨૦૨૧ સુધીમાં ગુજરાતી ભાષી વસાહતીઓની સંખ્યામાં ૨૬%નો વધારો થયો છે.કેનેડામાં પંજાબી અને હિન્દી પછી ગુજરાતી ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા બની છે. સ્ટેટિસ્ટિક્સ કેનેડાના ડેટા અનુસાર, ૧૯૮૦ થી આશરે ૮૭,૯૦૦ ગુજરાતી ભાષી લોકો કેનેડામાં સ્થાયી થયા છે. તેમાંથી ૨૬% ૨૦૧૬ અને ૨૦૨૧ વચ્ચે કેનેડા ગયા છે. જો કે, કેનેડાના ઈમિગ્રેશન નિયમોમાં થયેલા ફેરફારોને કારણે વિઝા મેળવવાનું મુશ્કેલ બન્યું છે અને ગુજરાતમાંથી કેનેડા જનારા લોકોની સંખ્યામાં ૮૦%નો ઘટાડો થયો છે.

    ૨૦૧૬ અને ૨૦૨૧ ની વચ્ચે કેનેડામાં સ્થળાંતર કરનારા લોકોની સૌથી વધુ સંખ્યા પંજાબી ભાષીઓ હતી, ૭૫,૪૭૫. બીજા સ્થાને ૩૫,૧૭૦ હિન્દી ભાષી લોકો હતા. ગુજરાતી બોલતા લોકો ૨૨,૯૩૫ લોકો સાથે ત્રીજા સ્થાને હતા. આ પછી ૧૫,૪૪૦ લોકો મલયાલમ અને ૧૩,૮૩૫ લોકો બંગાળી બોલતા હતા. ૨૦૧૧ અને ૨૦૨૧ વચ્ચે ગુજરાતી બોલનારાઓની સંખ્યામાં ૨૬%નો વધારો થયો છે, જે બીજા નંબરનો સૌથી મોટો વધારો છે. પંજાબી બોલનારાઓની સંખ્યામાં ૨૨%નો વધારો થયો છે.

    આ જ સમયગાળા દરમિયાન હિન્દી બોલનારાઓની સંખ્યામાં ૧૧૪%નો વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં બોલાતી અન્ય ભાષા કચ્છી બોલતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. ૨૦૦૧ અને ૨૦૧૦ ની વચ્ચે, ૪૬૦ કચ્છી ભાષી લોકો કેનેડામાં સ્થળાંતરિત થયા, જ્યારે ૨૦૧૧ અને ૨૦૨૧ વચ્ચે, આ સંખ્યા ઘટીને ૩૭૦ થઈ ગઈ. કેનેડામાં ગુજરાતીઓની સંખ્યામાં ૨૦૧૧થી ઝડપથી વધારો થયો છે. આવું એટલા માટે થયું કારણ કે અમેરિકા અને અન્ય અંગ્રેજી બોલતા દેશો કરતાં કેનેડામાં સ્થાયી થવું સરળ હતું.

    ઈમિગ્રેશન કન્સલ્ટન્ટ સમીર યાદવનું કહેવું છે કે દાયકાઓ સુધી અમેરિકા લોકોનું ફેવરિટ ડેસ્ટિનેશન હતું, પરંતુ વિઝા પ્રક્રિયા અને વધુ પડતી કિંમતના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. યુકે, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડે પણ તેમના નિયમો કડક બનાવ્યા છે. આનાથી કેનેડાની પરમેનન્ટ રેસિડન્સી (ઁઇ) મેળવવાનું અને ત્યાં અભ્યાસ કરવાનું સરળ બન્યું.

    ૧૯૯૧ અને ૨૦૦૦ ની વચ્ચે કેનેડામાં સ્થળાંતર કરનારા ગુજરાતી બોલનારાઓની સંખ્યા ૧૩,૩૬૫ હતી. આગામી દાયકામાં આ સંખ્યા વધીને ૨૯,૬૨૦ અને ૨૦૧૧ થી ૨૦૨૧ સુધીમાં વધીને ૩૭,૪૦૫ થઈ. જો કે કેનેડાના ઈમિગ્રેશન નિયમોમાં તાજેતરમાં થયેલા ફેરફારોને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

    વિઝા અરજીઓમાં ૮૦% સુધીનો ઘટાડો અમદાવાદના એક વિઝા કન્સલ્ટન્ટે જણાવ્યું હતું કે, મકાનોની અછત, નોકરીની અછત અને ઁઇ માટેના કડક નિયમોને કારણે ગુજરાતમાંથી કેનેડા માટે વિઝા અરજીઓમાં ૮૦% સુધીનો ઘટાડો થયો છે.

    કન્સલ્ટન્ટે કહ્યું કે વિઝાની ઓછી તકોને કારણે વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સની પૂછપરછમાં મોટો ઘટાડો થયો છે. હવે મોટાભાગની અરજીઓ એવા લોકો તરફથી આવી રહી છે જેમની પાસે પહેલેથી જ કેનેડા ઁઇ છે અને તેઓ તેમના પરિવારના સભ્યોને આમંત્રિત કરવા માગે છે.

    Canada
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Pakistan and Bangladesh વચ્ચે થયા ગુપ્ત વાયુ રક્ષા કરાર

    August 2, 2025
    આંતરરાષ્ટ્રીય

    Australia માં દર પાંચ માંથી ૨ યુવાનો એકલતાનો ભોગ બને છે

    August 1, 2025
    આંતરરાષ્ટ્રીય

    London માં ૩૦ વર્ષીય બ્રિટિશ શીખ પર ચાકુથી હુમલો, કાવતરામાં ૩ મહિલાઓ પણ સામેલ હતી

    August 1, 2025
    આંતરરાષ્ટ્રીય

    જમીન કૌભાંડમાં Sheikh Hasina અને ૯૯ અન્ય લોકો સામે આરોપો ઘડવામાં આવ્યા

    August 1, 2025
    આંતરરાષ્ટ્રીય

    US Federal Court નો જ ટ્રમ્પને ઝટકો! ટેરિફ લાદવાના અધિકાર પર જ ગંભીર સવાલ

    August 1, 2025
    આંતરરાષ્ટ્રીય

    સમુદ્રમાં અમેરિકા સામે શક્તિ પ્રદર્શન કરશે Russia-China

    July 31, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Mahwash મારા જીવનના સૌથી મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો છેઃChahal

    August 2, 2025

    ‘Son of Sardaar 2’ ના સ્ક્રીનિંગમાં સેલિબ્રિટીઝ ઉમટયા

    August 2, 2025

    National Awards 2023 : ‘વશ’ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ

    August 2, 2025

    Ahmedabad માં હાઇટેક નકલી જ્યોતિષી ઝડપાયો

    August 2, 2025

    Pakistan and Bangladesh વચ્ચે થયા ગુપ્ત વાયુ રક્ષા કરાર

    August 2, 2025

    ભારતીય ટેસ્ટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન Rohit Sharma લંડન પહોંચ્યા

    August 2, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Mahwash મારા જીવનના સૌથી મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો છેઃChahal

    August 2, 2025

    ‘Son of Sardaar 2’ ના સ્ક્રીનિંગમાં સેલિબ્રિટીઝ ઉમટયા

    August 2, 2025

    National Awards 2023 : ‘વશ’ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ

    August 2, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.