Washington, તા.1
અમેરિકા અને કેનેડા વચ્ચે ટેરિફ વિવાદ યથાવત છે અને તે સમયે જે રીતે અમેરિકાના પુર્વ પ્રમુખ રોનાલ્ડ રીગનને ટાંકીને કેનેડામાં ટેરીફ મુદે જે જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી તે બદલ કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની માફી માંગી લીધી છે.
આ જાહેરાતમાં પુર્વ પ્રમુખ રોનાલ્ડ રીગનને એવુ કહેતા ટાંકવામાં આવ્યા હતા કે ટેરિફનો વ્યાપારીક ઉપયોગ સ્વીકાર્ય નથી અને તેને શ બનાવી શકાય નહી જયારે અમેરિકાના વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જે રીતે ટેરિફ મુદે લોકોને અનેક દેશોને ધમકાવી રહ્યા છે.
તે સમયે કેનેડા દ્વારા આ પ્રકારની જાહેરાતોથી ટ્રમ્પ ઉશ્કેરાયા હતા અને તેને કેનેડા સાથેના વ્યાપાર વાટાઘાટ પણ થંભાવી દીધી હતી. જેના પગલે કેનેડાના વડાપ્રધાનને માફી માંગવાની ફરજ પડી છે

