New Delhi,તા.28
દેશમાં અનેક વખત ફરીયાદો આવી છે કે, પોલીસ સમક્ષ જતા નાગરીકોની ફરીયાદ નોંધતી નથી અથવા તો જાણવા જોગ કે અરજી તરીકે સ્વીકારીને પછી તેના પર ગંભીરતાથી કામ કરતી નથી.
તે સમયે અદાલતમાં જઈને નાગરીક પોલીસ ફરીયાદ નોંધે તેવી ફરજ પાડે છે પરંતુ સુપ્રિમ કોર્ટે એક ચૂકાદામાં સ્પષ્ટપણે જણાવ્યું કે, કોઈપણ પ્રકારના અપરાધ સામેની ફરીયાદ નોંધવાનું કામ પોલીસનું જ છે અને ટ્રાયલ કોર્ટ તે કામગીરી કરી શકે નહીં.
આમ સુપ્રિમ કોર્ટે એક તરફ પોલીસની જવાબદારી નિશ્ચિત કરી છે. તો બીજી તરફ ટ્રાયલ કોર્ટમાં જઈને ફરીયાદ નોંધવાની સતત રીત અપનાવવામાં આવે છે તેના પર પણ બ્રેક મારી દીધી છે.
સર્વોચ્ચ અદાલતે આ રીતે ટ્રાયલ કોર્ટ સીધી ફરીયાદ નોંધી શકશે કે નોંધવાનો આદેશ આપી શકશે નહીં તે સ્પષ્ટ કર્યુ છે અને જણાવ્યું છે કે, નાગરીકે આ પ્રકારે ફરીયાદ માટે જે તે પોલીસ સ્ટેશનનો જ સંપર્ક કરવાનો રહેશે.
સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ પંકજ મીતલની ખંડપીઠે પોતાના ચૂકાદામાં જણાવ્યું કે, ભારતીય ફોજદારી ધારાની કલમ 156 (3) હેઠળ આ પ્રકારે કોઈ અરજી સ્વીકારી શકે નહીં. સિવાય કે તે કલમ 154 (3) હેઠળ આપવામાં આવી હોય.
પોતાના ચૂકાદામાં ન્યાયમૂર્તિએ જણાવ્યું કે, ટ્રાયલ કોર્ટના ન્યાયમૂર્તિએ આ માટે પહેલા પોલીસ સ્ટેશન અને તેના ઓફીસર ઈન્ચાર્જ અને બાદમાં પોલીસવડાને આ માટે જણાવવાનું રહેશે.
સુપ્રિમ કોર્ટે નોંધ્યું કે, સામાન્ય રીતે પરંપરા થઈ ગઈ છે કે પોલીસ ફરીયાદ ન નોંધે તો નાગરિક અદાલતમાં જાય છે અથવા તો સીધા પણ અદાલતમાં જાય છે પણ સર્વોચ્ચ અદાલતે ભારતીય ફોજદારી ધારાની કલમ 156 અને 190ને સાથે વંચાણે લેતા કહ્યું કે, એ બહુ સ્પષ્ટ છે.
જામીનપાત્ર અપરાધ માટે પહેલા જે તે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનો રહેશે. પણ જો જે તે અધિકારી આ પ્રકારની ફરીયાદ લેવાનો કે રેકોર્ડ પર નોંધવાનો ઈન્કાર કરે તો અરજદારે જીલ્લા પોલીસ વડા કે તેમના સમક્ષત અધિકારી પાસે જવાનું રહેશે.
જો તેમ ન પછી પણ ફરીયાદ ન નોંધાય તો તે ફોજદારી ધારાની કલમ 156 (3) હેઠળ અદાલતનો સંપર્ક કરી શકે છે. અને તે રીતે પોલીસને ફરીયાદ નોંધવાની ફરજ પાડી શકે છે.