Ahmedabad,તા.07
એરપોર્ટથી મધરાતે પૂરઝડપે આવી રહેલી કારના ચાલકે ડફનાળા પાસે વળાંકમાં બ્રેક મારી હતી જેથી સ્ટીંયરીંગ પરનો કાબુ ગુમાવતાં ડિવાઇડર કૂદીને પલટી ખાઇને ધડાકા સાથે રિક્ષાને ટકરાઇ હતી બાદમાં કાર સળગી ગઇ હતી કારમાં સવાર ત્રણ વ્યકિતને ઇજા થઇ હતી. અકસ્માત બાદ કારનો ચાલક ભાગી ગયો હતો. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ટ્રાફિક એફ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અજયકુમારે ઇસનપુરમાં રહેતા કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે તેમને કન્ટ્રોલ તરફથી મેસેજ મળ્યો હતો કે ગઇકાલે રાત ત્રણ વાગે ફોરવીલ ચાલક યશભાઇ એરપોર્ટ સર્કલ તરફથી બેદરકારી તથા પૂરઝડપે કાર ચલાવીને આવતા હતા.