Morbi,તા.22
નીચી માંડલ ગામની સીમમાં અજાણ્યા કાર ચાલકે આગળ જતા બાઈકને ઠોકર મારી દંપતીને ઈજા પહોંચાડી આગળ જતા વધુ એક બાઈકને હડફેટે લીધું હતું જે અકસ્માતમાં બાઈક સવાર દંપતી અને અન્ય બાઈકમાં સવાર યુવાનને ઈજા પહોંચી હતી જે બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબી હળવદ હાઈવે પર શ્યામ પાર્ક સોસાયટીના રહેવાસી જીલભાઈ લક્ષ્મણભાઈ પટેલે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી જીલ પોતાનું બાઈક જીજે ૦૯ કયું ૨૧૦૫ લઈને વાંકડા રોડ પર પોતાની હોટેલ જતો હતો ત્યારે અજાણ્યા કાર ચાલકે નીચી માંડલ ગામની સીમમાં પુરઝડપે ચલાવી ફરિયાદીની પાછળ આવતા એમપી ૪૫ ઝેડએ ૮૫૯૬ બાઈકને ઠોકર મારી બાઈક સવાર દંપતીને પછાડી દઈને ઈજા કરી તેમજ ફરિયાદીના બાઈકને પાછળથી ઠોકર મારી જમણા પગે, કમર નીચે થાપા ભાગે ફ્રેકચર અને શરીરે છોલછાલ જેવી ઈજા કરી નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે