Morbi,તા.11
મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે રોડ ક્રોસ કરતા બાળકને કાર ચાલકે ઠોકર મારતા ગંભીર ઈજા પહોંચી હતી અને અકસ્માત સર્જી કાર લઈને ચાલક નાસી ગયો હતો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે હરિગુણ રેસીડેન્સીના રહેવાસી પરેશભાઈ કાલરીયાએ ફોર વ્હીલ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૭-૦૫ ના રોજ મહેન્દ્રનગર ચોકડી પાસે ફરિયાદી પરેશભાઈ, ભાણેજ યુગ અને દીકરી અંજલિ આઈસ ગોલા ખાઈને પરત આવતા હતા ત્યારે રોડ ક્રોસ કરતી વખતે અજાણ્યા સફેદ કલરની કારના ચાલકે પુરઝડપે કાર ચલાવી યુગ (ઉ.વ.૧૧) વાળાને હડફેટે લેતા શરીરે છોલછાલ જેવી ઈજા અને માથામાં હેમરેજ જેવી ગંભીર ઈજા કરી નાસી ગયો હતો મોરબી બી ડીવીઝન પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે