અકસ્માત થતા જ આસપાસના લોકોએ રેસ્ક્યુ ધરી કારચાલકને આબાદ બચાવી લીધો
Rajkot,તા.21
પડધરી નજીકના ઉકરડા દહીસરા ગામ વચ્ચે આજી નદીના પુલ પર જામનગરના યુવકની મોટર પલટી ખાઈને નદીમાં ખાબકતા સર્જાયેલા અકસ્માતમાં સ્થાનિક લોકોએ તાત્કાલિક રેસ્ક્યુ હાથ ધરીને કારમાં ફસાયેલા યુવકને બહાર કાઢી જીવન ઉગારી લીધું હતું આ અંગે પ્રાપ્ત વિગત મુજબ જામનગર ખેતીવાડી કચેરી સામે રહેતા અને સ્કૂલ ટ્રાન્સપોર્ટિંગ નું વ્યવસાય કરતા કૌશિકભાઈ રમેશભાઈ મકવાણા26 ગઈકાલે સાંજે વતન નેકનામથી જામનગર જવા નીકળ્યા ત્યારે ઉકરડા થી દહીસરા તરફ જતા રસ્તે આજી નદી ના બીજા નંબર માં પુલ પર મોટર અકસ્માતે પલટી ખાઈ ગઈ હતી અકસ્માતની જાણ થતા તાત્કાલિક આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા ને મોટરમાં ફસાઈ ગયેલ કૌશિકભાઈ ને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક પ્રથમ પડધરી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માતનો ભોગ બનેલો કૌશિકભાઈ મકવાણા ની બે મહિના પહેલા સગાઈ થઈ છે અને તે સ્કૂલ ટ્રાન્સપોર્ટિંગ નું કામ કરતા હોવાનું તેમને દવાખાને લાવનાર ધીરુભાઈએ જણાવ્યું હતું
આ બનાવવાની જાણ થતા રાજકોટના જવાનોએ તાત્કાલિક કામગીરી કરી હતી મોટર માં ચાલક સિવાય કોઈ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી