પેડક રોડ પર એક્સેસમા દારૂની ડિલિવરી કરવા નીકળેલી ત્રિપુટી ઝડપાઈ
Rajkotતા.11
શહેરમાં બે સ્થળે વિદેશી દારૂના દરોડા પાડવામાં આવ્યા છે જેમાં કોઠારીયા રોડ શિવ ભવાની ચોક ખાતે 70 બોટલ દારૂ સાથે ચાલકની ધાર પકડ કરી રૂપિયા 5.93 લાખનો મુદ્દા માલ કબજે કરી બુટલેગર કમલેશ જેઠા ભારવાડીયા ની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જ્યારે પેડક રોડ પર બે શખ્સોને દારૂ બિયરના જથ્થા સાથે ત્રણ શખ્સોને ધરપકડ કરી 39 500 નું મુદ્દામાલ કબજે કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં સાતમ આઠમ પર્વ પૂર્વે અને 15 ઓગસ્ટ બુટલેગરો દ્વારા મોટા પાયે વિદેશી દારૂ છુપાવવામાં આવી રહ્યો હોવાની પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા એ આપેલી સુચના ને પગલે એલસીબી ઝોન વનના પી.એસ.આઇ ચુડાસમા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધરીઓ હતું ત્યારે મૂળ કલ્યાણપુર નો વતની અને હાલ મુંજકા ગામે રહેતો દેવેન્દ્ર કેસુર ભારવાડીયા નામનો જીજે 12 સીડી 1148 નંબરની કારમાં વિદેશી દારૂ નો જથ્થો ભરીને નીકળ્યો હોવાની હેડ હિતેશભાઈ પરમાર અને જગદીશસિંહ પરમારને મળેલી બાતમીના આધારે કોઠારીયા રોડ શિવ ભવાની ચોક પાસે વોચ ગોઠવી હતી ત્યારે પૂરપાટ ઝડપે નીકળેલી કારને અટકાવી તલાસી લેતા જેમાંથી રૂપિયા 93 400 ની કિંમતની 70 બોટલ વિદેશી દારૂ સાથે દેવેન્દ્ર ભારવાડીયા ની ધરપકડ કરી દારૂ અને વાહન મળી રૂપિયા 5.93 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ખાતે પોલીસ દેવેન્દ્ર ભારવાડીયા ની પ્રાથમિક પૂછપરછ માં આ દારૂનો જથ્થો કમલેશ જેઠા ભારવાડીયા ની સંડોવાણી ખુલતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જ્યારે ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ એમ આર ગોઢણીયા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે નારાયણ નગરમાં રહેતો અશ્વિન ગોબર સાંગાણી બાવાલાલ મોહન રંગાણી અને ગંજીવાડામાં રહેતો લલિત મુકેશ જુલાપર સહિત ત્રણેય શખસ જીજે3 એનડી 545 નંબરના activa માં વિદેશી દારૂની ડીલીવરી કરવા નીકળ્યા હોવાની પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ફતેપરાને મળેલી બાતમીના આધારે એએસઆઇ વિજયભાઈ સોઢા સહિતના સ્ટાફે દરોડો પાડી રૂપિયા 9534 ની કિંમત નો દારૂ બિયર સાથે ત્રણેની ધરપકડ કરી દારૂ અને બિયર મળી 39 500 નો મુદ્દામાલ કબજે કર્યો છે