બોચાસણ મંદિરથી સાળંગપુર દર્શને આવતી વેળાએ સર્જાઈ દુર્ઘટના :ચાર નો બચાવ
Botad,તા.14
આણદ જિલ્લાના બોચાસણ મંદિર જિ- થી સાંળગપુર તરફ આવતા રાણપુર તાલુકાના ગોધાવટા અને ગુદા ગામ વચ્ચેના રસ્તામાં આવેલા કોર્ડ્સે માં પાણીનો પ્રવાહ વધુ હોવાથી ગાડી નં GJ-33-F-9726 કે જેમા કુલ-૭ વ્યક્તિઓ સવાર હતા જેના કાર ચાલકે રસ્તો ઓળગવા ગાડીને કોઝ્યમાં ઉતારેલ જેમાં ગાડી ફસાઇ જતા તેને બહાર કાઢવા જિપ ની મદદ લીધેલ તે સમયે તેમાથી ચાર વ્યક્તિઓ બહાર નિકળી ગયેલ તથા ત્રણ વ્યક્તિઓ ગાડીમાં સવાર હતા પરંતુ જિપની મદદથી ગાડી બહાર ના નિકળતા અને પાણીનો પ્રવાહ વધુ થવાથી ગાડી ઉડા પાણીમાં તણાઇ ગયેલ બાદમાં રેસ્ક્યુ ટીમને જાણ કરતા ગાડીને બહાર કાઢવાના પ્રયાસો રેસ્ક્યુ ટીમ દ્રારા હાથ ધરાયેલ જેમાં પંડ્યા કૃષ્કાંતભાઇ ઉમર-૭૫ વર્ષ તથા કાછીયા પ્રબુધ્ધ દિવ્યેશભાઇ ઉમર- ૯ વર્ષનું મુત્યુ પામેલ છે. તથા શાંતચરિત સ્વામી ઉમર -૩૫ વર્ષ હજુ પણ લાપતા છે જે ની શોધ ખોળ ચાલુ છે.રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અવિરત વરસાદ ખાબકી રહ્યો છે. બોટાદના ગોધવટા ગામ પાસે કાર તણાઇ ગઇ હતી. કારમાં સવાર 7 હરિભક્તો તણાયા હતા. જેમાંથી કૃષ્ણકાંત પંડ્યા અને પ્રબુદ્ધ કાસીયા (આશરે 10 વર્ષ)ના મોત નિપજ્યા છે, 4નો આબાદ બચાવ થયો છે, જ્યારે હજુ 1 ગુમ છે. ઘટનાની સ્થાનિક રેસ્ક્યુની ટીમ અને એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોચીએ ગઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદ નજીક એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં એક કોઝ-વે પાર કરતી વખતે કાર પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના બે હરિભક્તોના કરુણ મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ હજુ પણ લાપતા છે. સદનસીબે, કારમાં સવાર અન્ય ચાર લોકોને આબાદ બચાવી લેવાયા હતા.પ્રાથમિક માહિતી અનુસાર, આ સંતો બોચાસણથી સાળંગપુર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમને આ અકસ્માત નડ્યો હતો. ભારે વરસાદને કારણે કોઝ-વે પર પાણીનો પ્રવાહ તેજ હતો, જેના કારણે કારે કાબૂ ગુમાવતાં પાણીમાં તણાઈ ગઈ હતી.ઘટનાની જાણ થતા જ સ્થાનિક રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.જેમાંથી કૃષ્ણકાંત પંડ્યા અને પ્રબુદ્ધ કાસીયા (આશરે 10 વર્ષ)ના મોત નિપજ્યા છે, 4નો આબાદ બચાવ થયો છે, જ્યારે હજુ 1 ગુમ છે. ઘટનાની સ્થાનિક રેસ્ક્યુની ટીમ ગુમ હરિભક્તની શોધખોળ પૂરજોશમાં ચાલી રહી છે. આ ઉપરાંત, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને બચાવ કામગીરીમાં જોડાઈ છે.આ દુર્ઘટનાને પગલે BAPS સંપ્રદાય અને સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મૃતકોના પરિવારજનોમાં શોક છવાઈ ગયો છે. તંત્ર દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.