Morbi,તા.16
માળિયાના વવાણીયા ગામના બે યુવાનો બાઈક લઈને પીપળીયા ચાર રસ્તા તરફ જતા હતા ત્યારે કાર ચાલકે ઓવરટેક કરવા જતા બાઈકને પાછળથી ટક્કર મારી પછાડી દીધા હતા જે અકસ્માતમાં એક યુવાનનું મોત થયું હતું અને એક યુવાનને ઈજા પહોંચી હતી માળિયા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
માળિયા (મી.) ના વવાણીયા ગામના મહેશ ઉર્ફે મસો બાબાભાઈ ખીટે કાર જીજે ૩૬ એજે ૫૮૮૩ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૩ ના રાત્રીના પોણા અગિયાર વાગ્યાના અરસામાં ફરિયાદી મહેશ અને રાજેશભાઈ લખમણભાઈ વીરડા (ઉ.વ.૩૦) બંને બાઈક લઈને પીપળીયા ચાર રસ્તા તરફ જતા હતા ત્યારે નાના દહીંસરા ગામના પાટિયા નજીક કાર ચાલકે પુરઝડપે ચલાવી બાઈક જીજે ૦૩ ડીઆર ૯૨૦૪ ને ઓવરટેક કરવા જતા પાછળથી ટક્કર મારી હતી જેથી બાઈક સવાર બંને યુવાનો રોડ પર પડી જતા ફરિયાદી મહેસને ઈજા પહોંચી હતી જયારે રાજેશ વીરડાને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે