576 બિયરના ટીન, કાર મળી કુલ રૂ. 4.22 લાખનો મુદ્દામાલ કબ્જે : ચાલક ફરાર
Rajkot,તા.11
ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે બેડી ચોકડી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન અહીંથી શંકાસ્પદ કાર પસાર થતાં પોલીસને જોઈ કારચાલક વાહન રેઢું મૂકી નાસી ગયો હતો. પોલીસે આ કારમાં તપાસ કરતા તેમાંથી રૂપિયા 1.22 લાખનો 576 બિયરના ટીમનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે બિયરનો આ જથ્થો અને કાર સહિત કુલ રૂપિયા 4.22 લાખનો મુદ્દામાલ કબજે કરી કારચાલકની શોધખોળ હાથ ધરી છે.
ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ અરવિંદભાઈ ફતેપરા અને સંજયભાઈ અલગોતરને બાતમી મળી હતી કે, મોરબી બાયપાસ માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ જતા પુલ પરથી એક કાર પસાર થનાર છે જેમાં દારૂનો જથ્થો છે જેથી આ બાતમીના આધારે પોલીસે બેડી ચોકડી તરફ જતા પુલ પછી મેસૂર ભગત ચોક પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ કાર પસાર થતાં અહીં પોલીસને જોઈ કારચાલક કાર મૂકી ટ્રાફિકનો લાભ લઇ કોઈ વાહનમાં બેસીને ભાગી ગયો હતો.
પોલીસે આ કારની તપાસ કરતા તેમાં તેમાં અલગ અલગ બ્રાન્ડના 576 બિયરના ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે રૂપિયા 1,22,400 ની કિંમતનો બિયરનો આ જથ્થો અને કાર નંબર જીજે 8 સીજી 5858 સહિત કુલ રૂપિયા 4,22,400 નો મુદ્દામાલ કબજે કરી કાર અહીં મૂકીને નાસી ગયેલા શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.