રૂ. 2.36 લાખનો મુદ્દામાલ કબ્જે : શરાબની હેરાફેરી કરતી બેલડીની ધરપકડ કરતી
Rajkot,તા.23
શહેરની ભાગોળે આવેલ હીરાસર એરપોર્ટ નજીક કારમાંથી રૂ. 36 હજારનો દારૂ મળી આવતા એરપોર્ટ પોલીસની ટીમે દારૂ, કાર મળી રૂ. 2.36 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બેલડીની ધરપકડ કરી હતી.
દારૂના દરોડાની પ્રાપ્ત વિગત અનુસાર એરપોર્ટ પોલીસ મથકની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે, રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે પર હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ જવાના ત્રણ રસ્તા પાસે એક રેનોલ્ટ કંપનીની ફોર વ્હીલ કાર જેના નંબર જીજે-03-જેએલ-0448 ઉભી છે અને તેમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. જે બાતમીના આધારે એરપોર્ટ પોલીસની ટીમ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ જવાના ત્રણ રસ્તા ખાતે દોડી ગઈ હતી. જ્યાં રેનોલ્ટ કંપનીની લોડજી ફોરવીલ કાર જેના નંબર જીજે-03-જેએલ-0448 મળી આવતા કારની અંદર હાજર બંને શખ્સોને નીચે ઉતારી તપાસ કરતા રૂ. 36 હજારની કિંમતની શરાબની 24 બોટલ મળી આવી હતી. જેથી એરપોર્ટ પોલીસની ટીમએ શરાબ, કાર મળી રૂપિયા 2.36 લાખના મુદ્દામાલ સાથે કારમાં હાજર જેન્તી ઘૂઘાભાઈ જાબુકીયા (ઉવ 45 રહે. હાલ મનહરપુર-1, માધાપર ચોકડી,રાજકોટ, મૂળ રહે. મઘરીકડા ગામ, ચોટીલા, સુરેન્દ્રનગર) અને નવઘણ સુખાભાઈ બાબરીયા (ઉવ 38 રહે. ઘંટેશ્વર,માધાપર ગામ, રાજકોટ)ની ધરપકડ કરી હતી.