Surendaranagar, તા.7
લખતર-વઢવાણ હાઇવે પર લખતર અને ઝમર ગામ વચ્ચે એક કાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી, પરંતુ કારમાં સવાર એક મહિલાને ઈજાઓ પહોંચી હતી.
સુરેન્દ્રનગરથી અમદાવાદ તરફ જઈ રહેલી આ કાર ઝમર અને લખતર વચ્ચે પહોંચતા અચાનક રોડ પર પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં ઘાયલ મહિલાને તાત્કાલિક ખાનગી વાહન મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેના પગલે વાહનવ્યવહાર ધીમો પડી ગયો હતો. ઘટનાની જાણ થતા જ લખતર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે ટ્રાફિકને નિયંત્રિત કરીને હાઇવેને ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લો કર્યો હતો.

