Ahmedabad,તા.૭
અમદાવાદના બગોદરા-બાવળા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાંપૂર ઝડપે જઈ રહેલી કાર પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા હતા જ્યારે ૨ જણા ઘાયલ થયા હતા. હાઈવે પર રામનગરના પાટીયા નજીક અકસ્માતનો આ બનાવ બન્યો હતો.કારના ચાલકે સ્યરિંગ પરનો કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. ચાલકે કાબુ ગુમાવતા કાર પાણી ભરેલા ખાડામાં પડી હતી. અન્ય બે લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ભોગ બનેલા લોકો ચોટીલા પૂનમ ભરીને પરત ફરતા હતા ત્યારે તેમને આ અકસ્માત નડ્યો હતો. બાવળા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.