Rajkot,તા.10
રાજકોટ શહેર પંથકમાં દારૂ જુગારની પ્રવૃત્તિને કડક હાથે ડામી દેવાના આદેશના પગલે થોરાળા પોલીસ મથકની હદમાં રેણાક વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારીઓને પોલીસે ૧૦,૦૦૦ થી વધુ ની મતા સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ થોરાળા પોલીસ મથકની હદમાં આવેલ ગોકુલ નગર શેરી નંબર ૧/૨ના ખૂણે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ પાડી ગઈકાલે મોડી રાત્રે નવ વાગ્યાના સુમારે જાહેરમાં જુગાર રમતા હસમુખ ઉર્ફે ધનો વિનુભાઈ ગોવિંદભાઈ મેવાડા રાવળદેવ ગોકુલ નગર શેરી નંબર૧, અસલ ઉર્ફે મહેશ સન ઓફ કાળુભાઈ વશરામભાઈ જાંબુકિયા કુંભાર ડ્રાઇવર, ભરતભાઈ ઉર્ફે ભૂરો સન ઓફ લાલજીભાઈ લવજીભાઈ મકવાણા કોળી ડ્રાઇવર વિનુભાઈ કોળીના મકાનમાં ભાડેથી રહેનાર ને જાહેરમાં જુગાર રમતા ૧૦૬૩૮ ની મતા અને ગં,જી પત્તા સાથે ઝડપી લઈ ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ જે નીનામાએ તપાસ હાથ ધરી છે