Morbi,તા.04
મોરબી જીલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત કાર્યવાહી
૪૮,૯૦૦ નો દંડ કર્યો, ૧૪ સ્કૂલ વાહનો ડીટેઈન કર્યા
મોરબી જીલ્લામાં શાળાઓ શરુ થતા અન્ડર એજ ડ્રાઈવિંગ કતા સગીર બાળકો અને સ્કૂલ વાન માટે સ્પેશ્યલ વાહન ચેકિંગ ડ્રાઈવ યોજાઈ હતી ત્રણ દિવસીય સ્પેશ્યલ ડ્રાઈવમાં ૪૮,૯૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો છે ૧૪ સ્કૂલ વાહનો ડીટેઈન કર્યા છે તેમજ ૧૯ સગીર વયના બાળકોના વાલીઓ વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા છે
મોરબી જીલ્લા પોલીસ દ્વારા તા. ૦૧ થી ૦૩ જુલાઈ સુધી સ્પેશ્યલ વાહન ચેકિંગ ડ્રાઈવ યોજાઈ હતી જીલ્લામાં વિવિધ સ્થળોએ પોલીસ દ્વારા ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી જેમાં કુલ ૭૦૮ સ્કૂલ વાન ચેક કરવામાં આવી હતી ટ્રાફિક નિયમોનું ભંગ કરનાર ૧૦૫ સ્કૂલ વાહનોને સમાધાન શુલ્ક પાવતીઓ આપવામાં આવી હતી અને નિયમ ભંગ કરતા વાહનચાલકોને રૂ ૪૮,૯૦૦ દંડ કરવામાં આવ્યો હતો એમ વી એક્ટ ૨૦૭ મુજબ ૧૪ સ્કૂલ વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા અન્ડર એજ ડ્રાઈવિંગ કરનાર સગીર વયના બાળકોના વાલીઓ પર ૧૯ કેસ કરવામાં આવ્યા હતા