New Delhi,તા.24
મુખ્ય ન્યાયાધીશ બી.આર.ગવઈ અને ન્યાયમુર્તિ એ.જી.મસીહની પીઠે વૈવાહિક વિવાદો પર મહત્વનો ફેંસલો આપ્યો છે. પીઠે જણાવ્યું છે કે જો પરિવાર કલ્યાણ સમિતિ (એફડબલ્યુસી)ના પ્રયાસોથી જો પક્ષો વચ્ચે સમાધાન થઈ જાય છે તો જીલ્લા તેમજ સેશન જજ અને તેમના દ્વારા જીલ્લામાં નોમીનેટ અન્ય વરિષ્ઠ ન્યાયિક અધિકારી આપરાધીક મામલો બંધ કરવા સહીત કાર્યવાહીનો નિકાલ કરવા સ્વતંત્ર રહેશે.
પીઠે કહ્યું હતું કે, મહિલા (પત્નિ) અને તેના પરિવારનાં ખોટા કેસમાં ફસાયા હતા પીઠે કહ્યું કે ખોટા કેસનાં કારણે ફરીયાદી મહિલાનાં પતિ અને તેના પિતાને લાંબા સમય સુધી જેલમાં રહેવુ પડયુ હતું.
પત્નિ દ્વારા દહેજ ઉત્પીડન હત્યાનો પ્રયાસ અને દુષ્કર્મ અંતર્ગત ગંભીર આરોપો સહીત દાખલ આપરાધીક મામલાના પરીણામે પતિને 109 દિવસ અને તેના પિતાને 103 દિવસ જેલમાં રહેવુ પડયુ હતું.
આ રીતે કામ કરશે એફડબલ્યુસી
આઈપીસીની કલમ 498 એ અને અન્ય સંબંધીત ધારાઓ અંતર્ગત ફરીયાદ કે એફઆઈઆર બાદ, સમિતિ વ્યકિતગત વાતચીત માટે બન્ને પક્ષોને ચાર વરિષ્ઠની સાથે બોલાવશે અને કુલીંગ સમયગાળામાં તેમના વચ્ચે મુદા ગેરસમજ ઉકેલવાનો પ્રયાસ કરશે.
ઉચિત વિચાર-વિમર્શ બાદ સમિતિ એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરશે.બે મહિનાની સમાપ્તિ બાદ તે રીપોર્ટ સંબંધીત મેજીસ્ટ્રેટ/પોલીસ અધિકારીઓને રિફર કરશે. જેની પાસે આવી ફરિયાદો નોંધવામાં આવે છે.