Morbi,તા.25
વાંકાનેરના એક ઇસમેં જામીનગીરી પેટે આપેલ ચેકનો દુરુપયોગ કરી ખોટી ફરિયાદ કરી હતી અને ચેકનો દુરુપયોગ કરી ખોટા પુરાવા ઉભા કરી ખોટું ડીકલેરેશન કરી ખોટી જુબાની આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબીના રહેવાસી અને વાંકાનેર પ્રિન્સીપાલ સીનીયર સિવિલ કોર્ટમાં રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા જયપ્રકાશ છગનભાઈ સાંગાણી (ઉ.વ.૫૦) વાળાએ આરોપી સોયબ અલીમહમદ બ્લોચ રહે મિલપ્લોટ વાંકાનેર વાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી સોયબ વાંકાનેર એડી.ચીફ જ્યુડિશયલ કોર્ટના ફોજદારી કેસના નંબર ૧૪૮૬/૨૦૨૪ ફરિયાદી હોય જેને ફોજદારી કેસમાં આરોપીને કાયદેસરની લેણીની રકમ ના હોવા છતાં ફોજદારી કેસના આરોપી પાસેથી લેણીની રકમના જામીનગીરી પેટે આપેલ ચેકનો દુરુપયોગ કરી ખોટી ફરિયાદ કરી હતી જેથી હાલના આરોપીએ નામદાર કોર્ટમાં ખોટી ફરિયાદ કરી ચેકનો દુરુપયોગ કરી ખોટા પુરાવા ઉભા કરી તેને ન્યાયિક પ્રક્રિયામાં ખરા તરીકે રજુ કરી અને હાલના આરોપીને નામદાર કોર્ટના ફોજદારી કેસ નં ૧૪૮૬/૨૦૨૪ ના કામે આરોપી પાસેથી લેણીની રકમ ના હોવા છતાં તેના સમર્થનમાં ખોટી હકીકતો જણાવી ખોટું ડીકલેરેશન કરી ખોટી જુબાની આપી હોવાની ફરિયાદ નોંધાવી છે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે